________________
૨૯૦
ઉપદેશામૃત સ્થિતિકરણ —પરમકૃપાળુદેવે આ પામર જીવ ઉપર કેટલા ઉપકાર કર્યા છે ! કેવા કેવા મિથ્યાત્વમાંથી છોડાવી ક્યાં ઊભો રાખ્યો છે ? તેનાં સુખનાં નિમિત્તભૂત, હિતમિત વચનોથી કેટલો ઉપકાર થયો છે? તે ઉપકારનો બદલો કોઈ પણ રીતે વળી શકે તેમ નથી. સ્થિતિકરણમોક્ષમાર્ગમાં ઊભો રાખવો, સ્થિર કરવો. અહો ! કેવો ગુણ છે ! આખું જગત ક્યાં ઊભું છે? [મોહનલાલજી મહારાજ સભામાંથી આવ્યા તેમને ઉપગૂહન અને સ્થિતિકરણ સંબંધી વંચાવ્યું
અને તેનો અર્થ પૂછ્યો] પ્રભુશ્રી–ગ્લાનિ એટલે શું? મુનિ મો–વિચિકિત્સા, દુર્ગચ્છા. પ્રભુશ્રી–સમ્યજ્ઞાનાદિમાં ગ્લાનિ શું? મુનિ મો–-પ્રમાદ, મંદ ઉત્સાહ, અભાવ, અણગમો વગેરે.
પ્રભુશ્રી–એ પ્રમાદ, મંદ ઉત્સાહ, અધીરજ, કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું, વગેરે દોષો છે. તે દૂર કરવાથી સમ્યત્વની શુદ્ધિ થાય છે. સભામાં શું વંચાયું?
મુનિ મો–“સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાઘે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (પત્રાંક ૭૧૯)
મને જ્ઞાનાવરણીય કર્મના આવરણે શું કરવું યોગ્ય છે તે સમજાતું નથી તો કરવા યોગ્ય બાબત સૂચવવા કૃપા કરશો.
પ્રભુશ્રીને અમે ક્યારે નથી જણાવતા? એ પુરુષના ઉપર શ્રદ્ધા છે એટલે લાગી આવે છે. નહીં તો અમારે શાનું કહેવું થાય ?
જે કષાય છોડવાનાં નિમિત્ત તે નિમિત્તે કષાય બાંધવાનું થાય અને મનમાં એમ ને એમ કષાય રહ્યા કરે, તે મનુષ્યભવ છે એટલે ખબર તો પડેતો. અમારે તો હવે કાનમાં બે શબ્દો તેની આજ્ઞા પ્રમાણે પડે તેવાં નિમિત્તમાં રહેવું છે એટલે એવાં કષાયનાં નિમિત્ત ઉપર ખારાશ આવે છે.
પૃચ્છના :– પ્રશ્નો પૂછવામાં ખેંચતાણ કરવી યોગ્ય છે? મતિમાં એમ લાવવું કે આ તો સમજતા નથી, મારું ઘારેલું સાચું છે અને તેને આઘારે પકડ રાખી ચર્ચા કરવામાં કે કષાય કરવામાં માલ છે? અહીં કેવું વિનયનું સ્વરૂપ આવ્યું છે? કોઈ આબેહૂબ વર્ણન કર્યું છે! આત્માને સનો રંગ ચઢાવે તે સત્સંગ કે કષાયનો રંગ ચઢાવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org