________________
ઉપદેશસંગ્રહ-૨
૨૮૯
ઘન વગેરે બોડ આગળ જ્યાં પડેલું હતું ત્યાં તેને લઈ જઈ એક સોનામહોર આપી, અને કહ્યું કે રોજ આવજે અને ધર્મકથા સંભળાવી જજે. એટલે તે બ્રાહ્મણ રોજ આવતો અને ધન લઈ જતો. આમ બીજો કાંઈ તે ધંધો કરતો નહીં, છતાં પૈસા ખૂબ ખર્ચતો. તેથી બધા તેને પૂછવા લાગ્યા કે તમે પૈસા ક્યાંથી લાવો છો ? તેમને પેલી વાત તેણે કહી; પણ તે માને શાના ? વાઘ કંઈ માર્યા વગર રહે ? પછી તપાસ કરતાં તે વાત સાચી લાગી. એટલે બધા તેની અદેખાઈ કરવા લાગ્યા. એક જણે તેના નાશનો ઉપાય શોધી કાઢ્યો. તેને વાઘ સાથેની વાત પૂછી. તે માણસે કહ્યું કે વાઘ તમને કોઈ દિવસ ન મારે ? તેણે કહ્યું, કદી ન મારે. ત્યારે તેણે કહ્યું કે આજે તમે વાઘને કૂતરો કહેજો જોઈએ ? તે વેદિયા બ્રાહ્મણને કંઈ અનુભવ નહીં એટલે તેણે કહ્યું, કહીશ. પછી બોડ પાસે વાઘ સૂતો હતો ત્યાં જઈ તેને તેણે કહ્યું, ઊઠ કૂતરા. વાઘને તો ખૂબ રીસ ચઢી. અને બોડમાં પેસી ગયો. બીજો હોત તો મારી નાખત પણ આને શું કરવું ? તેને પણ હું શિખામણ આપું એમ ધારી એક સોનામહોર આપી તેને કહ્યું : કાલે આવો ત્યારે એક કુહાડો લેતા આવજો. બીજે દિવસે બ્રાહ્મણે કુહાડો આણ્યો ત્યારે વાઘે તેને પોતાના માથામાં જોરથી મારવા આગ્રહ કર્યો. બ્રાહ્મણે આનાકાની કરી પણ વાઘે ખૂબ હઠ કરી એટલે તેણે વાઘના માથામાં ઘા કર્યો. પછી વાઘ બોડમાં જઈ મહોર લઈ આવ્યો, અને તે આપીને બ્રાહ્મણને કહ્યું કે થોડા દિવસ પછી હવે આવજો. થોડા દહાડામાં ઘા રુઝાઈ ગયો. પછી બ્રાહ્મણ આવ્યો ત્યારે વાઘે કહ્યું કે ઘા તો રુઝાઈ ગયો પણ તે દિવસે કૂતરો કહ્યો હતો તેનો ઘા હજી રુઝાઈ ગયો નથી. હવે આજે જા અને ફરી જો આવ્યો તો તારું મોત આવ્યું જાણજે.
આ વાત તો અમથી દૃષ્ટાંત રૂપ છે. પણ તે ઉપરથી સમજવું કે સત્પુરુષનાં વચનનો ઘા એવો લાગવો જોઈએ કે કદી રુઝાય નહીં. બીજાં બધાં કામ, ધર્મ, ફરજો બધું ભૂંસાઈ જાય, રુઝાઈ જાય; પણ સત્પુરુષે કહેલું એવું ઊંડું કાળજામાં કોતરી રાખવું કે કોઈ ગાળ ભાંડ્યા પછી ગમે તેટલી ઉપરથી ભાઈબંધી કરવા આવે પણ તેનો ડાઘ નથી ભૂંસાતો તેમ વચનનો ડાઘ-રંગ લાગવો જોઈએ કે તેની અસર સદાય રહે, કદી જાય નહીં.
તા. ૧૨-૧-૨૬ [‘મૂળાચાર’ વંચાતાં.]
દેવ, ગુરુ, ધર્મ વિષેની મૂઢતા હોય ત્યાં સુધી સમિકત ન ગણાય. ઉપગ્રહનમાં એવો કોઈ ગુણ છે કે સમકિતની શુદ્ધિ થાય છે.
સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ગ્લાનિ, મંદ ઉત્સાહ, અભાવો, અણગમો ઉત્પન્ન થાય તેને ઘર્મભક્તિ વડે દૂર કરવાથી સમકિતની શુદ્ધિ થાય છે. બીજાના કરતાં પોતાના ઉપર જ તે વાતનો લક્ષ લઈ સમકિત શુદ્ધ કરવા રત્નત્રયમાં મંદ ઉત્સાહ, અભાવ, પ્રમાદ, ગ્લાનિ ટાળવાં. જ્યાં બીજી બીજી વસ્તુમાં ભાવ રહ્યા છે ત્યાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રમાં પ્રમાદ જ છે. તે ટાળવાની જરૂર છે. તે ટાળવાથી સમકિતની શુદ્ધિ થાય છે.
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org