________________
ઉપદેશસંગ્રહ-૨
૨૯૯ ઠીકરાના વાસણમાં લેવાશે ? ફટ દઈને ભાંગી જશે. જોર હોય તેટલું ઝીલે તેથી વિશેષ ભાર આવતાં ભાંગી જાય. પહેલી પાત્રતા લાવવાની જરૂર છે; યોગ્ય થવાની જરૂર છે. તારી વારે વાર. એમાં ક્યાં સિફારસ ચાલે એમ છે?
_ 'एगं जाणइ से सव्वं जाणइ
सव्वं जाणइ से एगं जाणइ' એ જ, એક આત્માને જાણવાની જરૂર છે. એને જાણતાં બધું જણાશે.
[ગોમટ્ટસારજીમાં દ્રવ્યના છ અધિકારનું વર્ણન છે. તેમાં નામ અધિકાર પછી ઉપલક્ષણ અધિકારમાંથી પરમાણુ રૂપી છે, અવિભાગી, નિરંશ છે; છતાં તેનો આકાર છ ખૂણાવાળો ગોળ છે' તે સંબંધી વાંચન.]
૧. મુમુક્ષુ અવિભાગી કે નિરંશ હોય તેને છ ખૂણા કેમ સંભવે? છ ખૂણા થયા તો છે અંશ કેમ ન ગણાય ?
૨. મુમુક્ષુ-દ્રવ્યાર્થિક નયે તે નિરંશ કહેવાય અને પર્યાયાર્થિક નયે તે છ ખૂણાવાળો, છે અંશવાળો પણ કહી શકાય છતાં તે છ ખૂણા સદાય હોય છે, કોઈ વખત તેથી ઓછા ખૂણાવાળો તે હોતો નથી. તથા તેથી નાની બીજી કોઈ વસ્તુ વિશ્વમાં નથી કે જેની ઉપમા વડે તેના ભાગ માપી કલ્પી શકાય.
પ્રભુશ્રી–એ છ ખૂણા કયા કે શાથી રહ્યા છે? [ કોઈને ઉત્તર જડ્યો નહીં. અંદર કાંઈ કારણ કહ્યું નથી અને બીજું કાંઈ બેસતું નથી એમ બીજા બઘાએ કહ્યું].
૩. મુમુક્ષ-છ બાજુએ છ ખૂણા હોઈ શકે : ચાર દિશામાં ચાર, એક ઉપર અને એક નીચે; ઘનની છ બાજુઓની પેઠે ખૂણા (શીંગોડાને હોય છે તેમ) હોવા સંભવ છે. પ્રભુશ્રી–કંઈક બેસે છે.
દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહીં;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” એમાં કહ્યા પ્રમાણે જેમ (૧) આત્મા છે, તેમ જડ (
પુલ પરમાણુ) પણ છે. (૨) આત્મા નિત્ય છે, તેમ જડ નિત્ય છે. (૩) આત્મા કર્તા છે, તેમ જડ પણ નિજસ્વભાવનો અને તેના વિભાવનો કર્તા છે. (૪) તે ભોક્તા છે. કર્તા છે તો તે જડ સ્વભાવનો ભોક્તા પણ છે. (૫) આત્માનો મોક્ષ છે. તેમ જડને પણ સંસ્કાર કે વિભાવથી મુક્ત થવારૂપ મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. તે પણ બન્નેને લાગુ પડે છે. તે ઘટે કે નહીં?
વળી બીજી રીતે – છ દ્રવ્ય છે ને? જ્યાં લોકાકાશ છે ત્યાં છયે દ્રવ્યો છે. તો જ્યાં જડ છે ત્યાં ચેતન પણ છે ને ? ત્યાં ઘર્મ-અધર્મ પણ છે ને? બીજા જડ પરમાણુ પણ છે ને ? કાળ પણ છે ને? બધા લોકાકાશમાં પુદ્ગલ પરમાણુ ખીચોખીચ ભર્યા છે, એમ આગમમાં કહ્યું છે. તો આમ છયેનો જ્યાં સ્પર્શ છે તેને છ ખૂણાવાળો ગોળ કહ્યો હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org