________________
૨૮૪ ઉપદેશામૃત
તા.૬-૧-૨૬ પ્રભુ, જીવ હજી ક્યાં થાક્યો છે? સ્વચ્છંદ અને સ્વચ્છંદમાં જ નિજકલ્પનાએ દોડ્યા જ કરે છે. કંઈ કહેવા જેવું નથી. આ વખત કોઈ અપૂર્વ છે, ચેતી લેવા જેવું છે. આમ કરું અને આમ થાય, આમ કર્યું તે ઠીક, વગેરે અણસમજ છે. કર્મ છે તે ક્યાં છોડે તેમ છે? ગુરુના શરણથી અમને તો શાતાવેદનીય હોય તો પણ ગમતી નથી અને અશાતા પણ તેવી જ છે. એ ક્યાં આત્માનો ઘર્મ છે? ક્યાં ય ખળવા જેવું નથી.
મુમુક્ષ-બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુઃખ થતું ત્યારે મંત્રના જાપની ઇચ્છા, ભાવના તો રહેતી. પણ બાપ રે! અરેરે ! એમ બોલાઈ જતું તેનું કેમ હશે !
પ્રભુશ્રી–જે ભાવના રહે છે તે કંઈ ઓછું નથી. અપરિણામિક મમતા જેવું છે. પણ પછી શરીર ઠીક થવા આવ્યું એટલે તો પાછો બીજા કર્મનો પ્રવાહ બંધ પડ્યો હતો તે શરૂ થયોને?— આ બોલાવે છે, આ અમુક લાવ્યા, આ કામ છે, ને આ લેશોને? એ ગડમથલમાં સ્મરણ પણ રહેવું કઠણ થઈ પડે. માટે મંદવાડ પણ હિતકર્તા થઈ પડે છે. મટ્યા પછી ઠીક થયું એમ તમને લાગતું હશે પણ આ પાછી ઉપાધિ આવીને વળગી, લફરાં બાંધેલાં તે બઘાનું દેવું ચૂકવવું પડે ને? પણ જેટલો વખત સ્મરણમાં અને ભાવનામાં ગયો તે લેખામાં ગયો.
અમને તો હવે વૃદ્ધાવસ્થા થઈ, દુઃખ પણ ચાલતું રહે છે. અત્યારે ગઈ કાલ કરતાં તાવલી વિશેષ છે, તો ય લવરી થતી હોય તેમ, આ જોને બોલાઈ જાય છે. તેથી કશું ગમતું નથી. મરણ ન હોય તો તો કંઈ વાંધો નથી; પણ આવું આવું ય શરીર કેટલો કાળ રહેવાનું? અને અમારા એકલા ઉપર ક્યાં છે? કોઈનેય ક્યાં એમ છે કે આટલાં વર્ષ સુધી તો મોત નથી જ આવવાનું? ઘડીમાં શુંનું શું થઈ જાય છે ! તેથી અમને તો એના શરણાથી કશામાં ગમ્મત નથી આવતી. એક દેવે વેરભાવને લઈને એક સમકિતીને દરિયામાં નાખ્યો ત્યાંથી તેનો મોક્ષ થયો એમ કંઈ વાત છે ને ? પણ નિમિત્ત હંમેશાં સારાં રાખવાં.
મુનિ મોઘારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. “સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાન્મસ્વરૂપ.” એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર હોય તો વિશેષ લાભ છે.
પ્રભુશ્રી–સૌભાગ્યભાઈના મરણ વખતે અંબાલાલભાઈ “સહજત્મસ્વરૂપ” સંભળાવતા હતા. ત્યારે પોતાના ધ્યાન ઉપયોગમાંથી બહાર આવી તેમાં સૌભાગ્યભાઈને ઉપયોગ જોડવો પડ્યો. તેથી તે વખતે કંઈ ન બોલવાનું તેમણે સૂચવ્યું હતું. એમ સ્યાદ્વાદ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org