________________
ઉપદેશસંગ્રહ-૨
૨૮૫ મુનિ મો—તેમ છતાં અંબાલાલ વિચક્ષણ હતા. તે જ્યારે વિશેષ વેદનાનાં ચિહ્ન જણાય ત્યારે પાછા સ્મૃતિ આપતા રહેતા.
તા.૭-૧-૨૬ [‘મોક્ષમાળા' શિક્ષાપાઠ ૧૦૦ “મનોનિગ્રહનાં વિદ્ય' વંચાતાં.] મુમુક્ષુલક્ષની બહોળતા એટલે શું?
પ્રભુશ્રી–ઉપયોગનું વિભાવમાંથી મુકાવું, વિશાળપણું થવું તે. ઉપયોગની નિર્મળતા માટે, ચૂકી જવાય નહીં તે માટે કાંઈ બહુ શ્રવણ વગેરેની ખાસ જરૂર નથી.
[‘એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો’ એ અઢારમા દોષના વિવેચન પ્રસંગે દૃગંત.] ફેણાવના છોટાલાલ કપૂરચંદ, અંબાલાલના સહિયારી હતા. તેમને “બહુ પુણ્યકેરા પુંજથી” એ કાવ્યની પહેલી કડીની બે લીટી વારંવાર સ્મરણમાં રહેતી. જ્યારે જોઈએ ત્યારે તે તેમના મુખમાં હોય જ. તેના ઉચ્ચાર વગરનો કોઈ સમયે અમે તેને દીઠો નથી. તેથી તેના મતિજ્ઞાનની નિર્મળતા થવાથી તેને પોતાના મરણની કંઈક ખબર પડી. તે જાતે બહુ પાકો હતો. અંબાલાલભાઈના કુટુંબનું ઘણું ખરું કામ ઉપાડી લેતો; અને સ્વાર્થી એટલો બધો કે તેની ગમે તે ક્રિયામાં બીજાને સ્વાર્થની ગંધ આવ્યા વિના ન રહે. એક દિવસ સાંજે બધા ભક્તિમાં બેસતા ત્યાં આવી બઘાને તે નમસ્કાર કરવા મંડી પડ્યો. બઘાને લાગ્યું કે કંઈ કારણ વિના તે આમ કરે નહીં. તેથી ભાઈ અંબાલાલે પૂછ્યું કે છોટાભાઈ, તમો આજે આમ કેમ કરો છો ? તેણે કહ્યું કે મારે તમારી પાસેથી આજે વચન લેવું છે. એટલે તમારે જોઈતું હોય તે કહો, એવું કહ્યું. તો પણ ફરી કહ્યું કે વચન આપો કે આપીશું, તો માગું. પછી અંબાલાલભાઈએ હા પાડી એટલે તેણે તેમની પાસેથી અને પાસે બેઠેલા નગીનદાસ પાસેથી પોતાના મરણ વખતે હાજર રહી મરણ સુધારવા અને સ્મરણ અપાવવાની માગણી કરી. તેમણે તે કબૂલ્યું. એકાદ અઠવાડિયા પછી તે ભાઈને પ્લેગની ગાંઠ નીકળી. એટલે એક તો વ્યાવહારિક ઉપકારને લઈને અને વચન આપેલું તે કારણે અંબાલાલભાઈ ત્રણેય દિવસ તેમની પાસે ને પાસે જ રહ્યા. અને કંઈ વાંચન, ભક્તિ, બોઘ વગેરેથી તેનો ઉપયોગ તેમાં જ જોડાઈ રહે તેમ પ્રવર્તતા. બીજા, નગીનદાસ પણ સાથે રહેલા અને તેનો ભત્રીજો પોપટભાઈ પણ તેમની સેવામાં રહેલો. એ ત્રણેને ચેપ લાગુ પડ્યો. અને ત્રણેનાં સાથે મરણ થવાથી ત્રણેને સાથે બાળેલા.
આ મનોનિગ્રહનો “મોક્ષમાળા'નો પાઠ યોગ્યતા આપે તેવો છે. તેમાં કેટલી બધી વાતો સમાઈ છે ! આળસ, ઊંઘનો ત્યાગ અને સંયમ એ બઘાં કર્તવ્ય છે.
મુમુક્ષુલક્ષની બહોળતામાં લક્ષ એટલે શું?
પ્રભુશ્રી–લક્ષ શું? “લક્ષ, લક્ષ' એટલે ઘસી નાખવું, એનું એ, એનું એ—નિરંતર લક્ષમાં રાખવું. બીજું કંઈ ગમે નહીં.
જ્યાં સુધી આ પાઠમાંના દોષ હોય ત્યાં સુધી મન કેમ વશમાં આવે? “મન, તેને લઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org