________________
ઉપદેશસંગ્રહ-૨
૨૮૩
આમ છે. આવો ભાવ આવે તે શું ? જીવે સામાન્ય કરી નાખ્યું છે. એ ચંદનવૃક્ષનો વા વાવો પણ દુર્લભ છે. આ કાળમાં એ મળવું મહા દુર્લભ છે. એક જ્ઞાનીની દૃષ્ટિએ સાચું છે તે સાચું છે. બાકી તો બહારથી શીતળ દેખાતો હોય અને જ્ઞાની કહે કે તે રાગી છે, તો તે ખરું અને બહારથી ક્રોધ દેખાતો હોય પણ અંતરપરિણામ સમ્યક્ હોય. એક શીતળદાસ બાવા હતા. તેને એક જણે આવીને નામ પૂછ્યું તો કહે, શીતળદાસ; ફરી પૂછ્યું તો કહે, શીતળદાસ, એમ બે ત્રણ વાર તો ઉત્તર આપ્યો; પણ પાંચ સાત વાર પૂછ પૂછ કર્યું એટલે એ તો ઊઠ્યો ચીપિયો લઈને મારવા. એટલે પેલા માણસે કહ્યું, શીતળદાસ તમારું નામ નથી, ખરી રીતે તો અગ્નિદાસ છે. આમ હોય છે.
મુમુક્ષુ આ અવિનનું કર ભલું' એમ પરમકૃપાળુદેવે પ્રાર્થના કરી છે, તે પ્રમાણે કૃષિ, કામિની અને કંચનના ત્યાગ દ્વારા ટૉલ્સ્ટૉય અને લેનીને રાગદ્વેષના ત્યાગનાં નિમિત્ત આદર્યાં છે. તો તે પણ ધર્મ પામવાને પાત્ર થતા જાય છે
પ્રભુશ્રી—ત્યાં રાજા છે કે નહીં ?
મુમુક્ષુ–રાજાને ત્યાં ફાંસીએ ચઢાવ્યો.
પ્રભુશ્રી—ત્યારે તો ત્યાં રાગદ્વેષ હજી છે અને તે ય તીવ્ર. તે કારણે જ જ્ઞાનીએ તે દેશો અનાર્ય કહ્યા છે. બહારથી ગમે તે દેખાય પણ જ્ઞાનીની દૃષ્ટિએ સાચું છે તે સાચું; બીજું મારે માન્ય નથી. ગમે તેવું ચમત્કાર જેવું ભલેને લાગે, પણ જ્ઞાનીને જે સાચું જણાયું છે તે જ મારે માન્ય છે. એટલું આટલા ભવમાં કરવા જેવું છે.
એક ત્યાગી હતો. તે ખાય દ૨૨ોજ છતાં ‘કદી નિહાર કરતો નથી' એવી વાત બધે ફેલાવા લાગી. તે વાત એક જૈનના જાણવામાં આવી. તેથી તેની પરીક્ષા કરવા મીઠાઈ લઈને તે ત્યાગી પાસે ગયો. ભાવ દેખાડી, બરાબર જમાડી અને સેવામાં હાજર રહેવા રજા માગીને રહ્યો. આખો દિવસ કંઈ જણાયું નહીં. પણ સવાર થવા આવ્યું ત્યારે બાવાજી નાહવા જવા નીકળ્યા ત્યારે પેલો માણસ પણ સાથે ગયો. બાવાજી નાહતાં નાહતાં ડૂબકી મારી ગયા એટલામાં ઉપ૨ વિષ્ટા તરી આવી. એટલે તે જૈને કહ્યું, બાવાજી હવે બહાર નીકળો, લીંડી ઉપર દેખાઈ. આમ લોકોને તમાસો દેખાડી તેણે ‘આહાર હોય તેને નિહાર હોય જ' એ વાત જણાવી પોગળ બહાર પાડ્યું.
તેમ ગમે તેવાં બહાર ચિહ્ન દેખાય પણ સાચું તે જ સાચું છે. હું સમજું છું, અને મને સમજાય છે તે સાચું છે અને આનું ખોટું છે એ બઘી વાતો મૂકી એક જ્ઞાનીએ જોયું છે તે સાચું છે—એ ઉપર રહેવાની જરૂર છે. કોઈ કહે કે હું એમ સમજું છું; તો પણ ભૂલ છે. જ્ઞાનીની છાપ જોઈએ. પોતાની મેળે માની લેવા જોગ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org