________________
૨૮૨
ઉપદેશામૃત “પ્રવચન અંજન જો સરુ કરે દેખે પરમ વિઘાન, જિનેશ્વર.” એમાં પ્રવચન અંજન કહ્યું છે તે આ પત્રમાં છે. ત્રણ ગુણિ-મન, વચન, કાયાની અને પાંચ સમિતિ–આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું, ચાલવું, આહાર ગ્રહણ કરવો, વસ્ત્રાદિ લેવાંમૂકવાં અને નિહારક્રિયા (મળત્યાગ વગેરે) આમ આઠે બાબતોમાં આજ્ઞાનો ઉપયોગ રાખીને વર્તે તે પ્રવચન અંજન.” ઘટપટ વિષે બોલતા પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા અને પછી બીજું. જ્યાં જુઓ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રોમેરોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે.
અઢાર દૂષણથી રહિત કેવો એ દેવ ! ક્રોઘ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં વગેરે દોષોથી રહિત ! એ કદી તરસ્યો થયો છે ? ભૂખ્યો થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તો ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. હું', અને “તું જુદું થયું છે તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે તેથી બીજો કોઈ ગમતો નથી. અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની.” સપુરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી તે સત્ય છે. રાત્રે પાણી ઢંઢિયા ન રાખે, જરૂર પડે તો માતૃ કે રાખથી ચલાવે. શાસ્ત્રમાં તેવી સંકડાશ કેમ રાખી હશે? તેવી આચારાંગ વાંચતાં શંકા અમને થયેલી તે દેવકરણજી અને અમે પુછાવેલ તેનો આ ઉત્તર.
એમાં તો અપૂર્વ વાતો રહી છે ! તોડી ફોડીને કહેવાય તો ખરી ખૂબી આવે. બાવળીએ બાથ ભીડીને કહે છે કે મને છોડાવો, મને કોઈ છોડાવો. છોડી દે એટલે છૂટો થઈશ. પુરુષ તો કહી છૂટે. ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે?
તા. ૫-૧-૨૬
[‘ગોમટ્ટસાર”માંથી કષાયમાર્ગણા વંચાતાં.] કૃપાળુદેવે ચાર કષાયને ચાર ચક્રવર્તી કહ્યા છે. તેમને જીતવા તે ચક્રવર્તીઓને જીતવા સમાન છે. રાગદ્વેષરૂપ બળદ લઈ કષાયખેડૂત મિથ્યાત્વબીજ વાવી રહ્યો છે. તે કેવું ફળ આપે છે? અરરર! અનંત સંસાર રઝળાવે છે. આ વેરી, એને ન મારવા? મરો ! મરો! ઠેકાણે ઠેકાણે મરી જવા જેવું છે. હા, મોત ન હોત અને ભલે જરા, રોગથી જર્જરિત થયેલું પણ શરીર આમ ને આમ ચાલવાનું હોત તો ઠીક, ઘીરજ રખાય. પણ આ બે ઘડી દહાડો આ મનુષ્યભવ મળ્યો છે તેનો શો ભરૂસો ? કેટલું જીવવું છે? રોજ બેસી રહેવું છે? તો હવે મોતને કેમ ભુલાય?
સમ્યકત્વને, આત્માના શુદ્ધ પરિણામને ઘાતે તે કષાય. અરરર ! તે તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું? મોહનલાલજી બોલતા હોય કે અમે બોલતા હોઈએ અને મનમાં વિચાર આવે કે એ તો એમ કહે છે પણ આમ હોવું જોઈએ. એ મોટા છે એટલે શું કહેવું? નહીં તો ખરું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org