________________
ઉપદેશસંગ્રહ-૨
૨૮૧
પ્રશ્નો ઘણા આવેલા; પણ તે પોતાના ન હોય તેમ જ ગણે. આત્મહિતમાં જ લક્ષ રહે એવી દશાનાં વખાણ કર્યાં છે.
‘ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂલ.”
તા.૨૫-૫-૨૫
આ, આ, તમે, બધા એકઠા થયા છીએ તે સંસ્કાર જ ને ? ઋણાનુબંધે બધા એકઠા મળે છે અને જુદા પડે છે. ખરો વૈરાગ્ય જ ક્યાં સમજાયો છે ! સમજાશે ત્યારે તો ઘડી પણ ગમશે નહીં. હાથી, ગાય, ભેંસના બચ્ચાં જન્મે છે ત્યારે પોટો આવે છે. તેમાંથી બચ્ચાને બહાર કાઢવું પડે છે, ઓરમાંથી બચ્ચાને છૂટું કરવું પડે છે. તેમ કર્મના પોટાથી બિચારો જીવ વીંટાયો છે. ત્યાં તેને શાની ગમત આવે ? કેમ ગમે ? જે ગમે તેને ન ગમાડવું અને ન ગમે તે ગમાડવું, એવું જ્ઞાની પુરુષનું વચન છે. દુઃખ આવો, મોત આવો, ગમે તે આવો, ભલેને તેથી વધારે આવો, જેટલું આવવું હોય તેટલું આવો ! એ ક્યાં આત્માનો ધર્મ છે? એ બોલાવ્યું આવવાનું નથી અને ‘ના આવે, મટી જાય, સારું થાય' એમ કહ્યું ઓછું થવાનું નથી, તો પછી તેનાથી ડરવું શું ? જેમ જ્ઞાની પુરુષે દીઠું છે તેવું મારું સ્વરૂપ છે. એણે માનેલું મારે માન્ય છે. પછી બીજું ચાહે તે આવે. તેને મારું માનું ત્યારે મને દુ:ખ છે ને ? એક સાચા પુરુષ મળવાથી આ સમજાય છે; નહીં તો કોણ જાણે આત્માનું સ્વરૂપ શું છે અને કેવું છે ?
⭑
⭑
મોઢે થઈ ગયું હોય તે ગગડાવી જઈએ; ડિકમણું પડપિડયું કરી જઈએ; અથવા ઉપયોગ ન હોય કે કાચું હોય, બરાબર મોઢે થયું ન હોય તે બોલવાનું હોય તો બીજું બોલી જવાય. તે બન્ને બરાબર નથી. મોઢે તો એવું કરવું જોઈએ કે ઊંઘમાં હોઈએ અને કોઈ કહે તો એક પણ ભૂલ વિના ઊઠતાં જ બોલી જઈએ. ધ્યાન રાખીને બોલાય માટે—ઉપયોગ-શૂન્ય ન બોલાય માટે કેટલીક વાર ઊલટેથી બોલવું, ‘૧, ૨, ૩, ૪' ને બદલે ‘૪, ૩, ૨, ૧'ની પેઠે; જેમ કે ‘આત્મસિદ્ધિ’ બોલવી હોય અને બહુ મોઢે થઈ ગઈ હોય તો છેલ્લી ગાથાથી શરૂ કરી પહેલી સુધી બોલવી. એમ પ્રયત્નથી અભ્યાસ કરે તો ઉપયોગસહિત બોલાય.
ઘડી વાર જો મનને વીલું મૂક્યું તો નખ્ખોદ વાળશે. કંઈ ને કંઈ કામમાં તેને જોડવું. ભગવાનની આજ્ઞા છે કે સમય માત્ર પણ પ્રમાદ કરવો નહીં.
આમાં અપૂર્વ વાત જણાવેલી છે.
Jain Education International
તા.૧૪-૬-૨૫
[પાંચ સમિતિ વિષે પત્રાંક ૭૬૭ વંચાતાં.]
For Private & Personal Use Only
www.jainelibrary.org