________________
૨૮૦
ઉપદેશામૃત
ગામમાંથી ફરિયાદ દરબાર કને જતી નથી. એટલે તેમને પૈસા મળતા નથી. તેથી મને આમ કાઢી મૂક્યો. વરસાદ આવ્યો. સ્ત્રીએ છોકરું જણ્યું અને તમે આવ્યા. તો જેટલાં દુઃખ આવવાનાં હોય તે બધાંને બોલાવું છું તે આવી જાય.''
આમ જેને સંસાર દુઃખરૂપ જણાયો હોય; પણ દુઃખમાં કે સુખમાં જેને સમતા વર્તે છે તે પ્રભુ પાસે દુ:ખ જ માગે છે. અમને સારણગાંઠ છે. ઝાડા વખતે હરસમાં કાચું રહી જવાથી આંતરડું ખસે છે. તે પ્રસૂતિની વેદના જેટલું દરરોજ વેઠવું પડે છે. વૃદ્ધાવસ્થા, કફ, મુઝવણ, વાયુ વગેરેમાં પણ બાંધેલાં વેદવાનાં છે તે વેદીએ છીએ; અને જવા આવેલાં જાય છે. એમ જોઈએ છીએ.
[મુમુક્ષુને ‘તત્ત્વજ્ઞાન’ આપતાં]
આ ‘તત્ત્વજ્ઞાન’માં જે વસ્તુ છે તે અપૂર્વ છે ! તમે જે માનતા હો તે ધર્મનો વાંધો નથી. પૂજા કરો, દાન કરો તો તેનું ફળ છે, પુણ્ય બંધાય. પણ આ તો મોક્ષનો માર્ગ આપે તેવું છે. ગમે તેટલી પ્રવૃત્તિમાં હોઈએ પણ તેને વિસારવો નહીં. સાચો ધર્મ, સત્પુરુષોનો ધર્મ શાસ્ત્રોમાં નથી હોતો. શાસ્ત્રો યોગ્યતા આપે છે. આટલો ભવ એ ખાતે ગાળવો. બધાનું ફળ મળે છે તો એનું ન હોય ? ચૂકવા જેવો વખત નથી. સ્મરણમાં રહેજો.
પત્રાંક ૧૧૭ નું વાંચન :–
“એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ?”
પ્રભુશ્રી—આનો શો પરમાર્થ ?
મુનિ મો—બોધબીજની વાત છે, જ્યાં મનવાણીની ગતિ નથી ત્યાં સ્મૃતિ વિસ્મૃતિ જે મનને લઈને છે તેની ગતિ ક્યાંથી હોય ? આપ કંઈ ફરમાવો.
પ્રભુશ્રી—નય અનંતા છે. નય અપેક્ષાએ ખોટું નથી. પણ એના શરણાથી અત્યારે જે સ્મૃતિમાં આવે છે તે જણાવું છું. સત્ પુરુષના યોગે ગેડ બેસી જાય, સમજણમાં વસ્તુ આવી જાય અને તેને ગ્રહણ કરી છોડે નહીં, તેને જ માટે જીવે, એવો કોઈ સમિતનો રંગ છે ! કોઈ વસ્તુને ડાઘ લાગી જાય તે જતો નથી; તેમ તે ભુલાય નહીં.
તા. ૨૮-૧-૨૫
“એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ;
જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.’
Jain Education International
એવો રંગ સૌભાગ્યભાઈને, જૂઠાભાઈને, અમને લાગેલો. કાગળમાં લખેલો અગ્નિ અને સાચા અગ્નિમાં આભજમીનનો ફેર છે. એક વખત એનો સ્પર્શ થયા પછી ગમે તેવા પ્રસંગો આવે તો પણ એને જુદું ને જુદું જ લાગે. જુઠાભાઈને ત્યાં પણ વેપાર, સગાઈ સંબંધ વગેરેના
For Private & Personal Use Only
www.jainelibrary.org