________________
ઉપદેશસંગ્રહ-૨
૨૭૯ ઊભા રહેવું, જેવી વૃત્તિ જાગે કે તેના કટકા કરવા; જે કર્મ આવે તેને આવવા દેવું અને લગાવવી. બિચારાં કર્મ “મને ખપાવો, મને ખપાવો' કરીને ડોકાં નમાવીને રજૂ થશે. તે દરેકને કહેવું, “તમે આવોને, હું જોઉં છું,’ એમ કરીને વીરની પેઠે ખડા રહેવું, નમ્યું ન આપવું.
[વાંચનમાં ‘ઉપેક્ષા વ ઉદાસીનતા' એ શબ્દો આવ્યા]. પ્રભુશ્રી બન્નેમાં ફેર છે. ઉદાસીનતા એ તો વીતરાગતા અને ઉપેક્ષા એ ત્યાગ. બન્નેમાં એ ભેદ છે કે “વીતરાગતા'માં શાંતિ છે અને ત્યાગમાં શૌર્ય છે. સમષ્ટિ શૂરવીર હોય. કર્મ ખપાવવામાં બળ જોઈએ છે.
કાળ દુષમ છે. આયુષ્યનો ભરોસો નથી. જેટલું કરી લીધું તેટલું કામનું છે. સંસાર અને સગાંની માન્યતા થઈ ગઈ છે. તે છેવટે સાંભરે છે અને તેમને છેવટે કંઈક કહી જવાની ઇચ્છા થાય છે. જો સાચું સુખ, સત્ય વાત પોતાની સમજાઈ હોય, સગાઈ બંઘાય તેટલી દૃઢ થઈ હોય તો તે કેમ ખડી ન થાય? ખોટું દ્રષ્ટાંત છે પણ સમજવા જેવું છે. જેમ બૈરાં બલૈયાં પહેરી પોતાના ઘણીને જ પોતાનો જાણે છે તેમ તેના નામનાં જ બલૈયાં પહેરવાં ઘટે છે. આ જન્મારો તો તેના ખાતર જ ગાળવો છે. એવો પુરુષ પ્રત્યે વિશ્વાસ થઈ જવો જોઈએ; અને કાળ તેની તે વાતમાં જ ગાળવા જેવો છે. બીજું બધું ખોટું નીકળ્યું ત્યાં હવે શું કરવું?
પત્રાંક ૩૭૩ નું વાંચન :–
“મનને લઈને આ બધું છે.” મન શું? ભાવમન અને દ્રવ્યમાન એવા બે ભેદ છે. ભાવમન તે આત્મા. આત્મા વગર મન શાનું? ‘તેને લઈને તેના પણ એ રીતે બે ભેદ પડે. દ્રવ્યમનને લઈને અને ભાવમનને લઈને.
આ બધું છે.” શું? સ્વભાવ અને વિભાવ. આત્મા ન હોય તો આ બધું શું જણાય?
‘તેનો નિર્ણય – એ પણ બાહ્યાભંતર બે ભેદે આત્માને લઈને છે. ઘણા કાળના બોઘ વિના એ સમજાવું મુશ્કેલ છે.
એક ગામના પટેલ ઉપર દરબારની ઇતરાજી થવાથી એક જોડી બળદ, ગાડું અને દાણા આપી કુટુંબ સાથે તેને રાજ્યની હદબહાર કાઢી મૂક્યો. ત્યાં જંગલમાં તેની સ્ત્રીએ બાળક જગ્યું. વરસાદ વરસવા લાગ્યો અને લૂંટારા લૂંટવા આવ્યા. એટલે ગાડા ઉપર ચઢી ફાળિયું વીંઝતાં વીંઝતાં તે બોલાવવા લાગ્યો કે આવજો, આવજો—જેનાથી અવાય તે આવજો. લૂંટારાઓએ કહ્યું, “કોને બોલાવે છે? ઊતર, નહીં તો ડાંગ મારી મારી નાખીશું” એટલે તેણે પોતાને વીતેલી વાત કહી, “હું તો આખા ગામને ઘણી હતો. ઈર્ષાવાળાએ દરબારમાં જણાવ્યું કે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org