________________
૨૭૮
ઉપદેશામૃત
તા.૨૬-૧૨-૨૪ કોઈને ઘક્કો ન દેવો. કૃપાળુદેવે કહેલું અમને સાંભરે છે. એમની સેવામાં ખંભાતના શ્રી અંબાલાલભાઈ રહેતા હતા. તે તેમનાં પત્ની સાથે બિલકુલ સંબંઘ રાખતા નહીં. તેથી તેમનાં માબાપને ખોટું લાગેલું અને કૃપાળુદેવના આગળ વાત આવી એટલે તેમને સેવામાંથી જવાની આજ્ઞા કરી અને કહ્યું કે તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને રાજી રાખીને ઘર્મ સાઘવો; દુભવણી ન કરવી.
આશ્રમમાં નથી જવું એવો કોઈ પ્રતિબંઘ અમને નથી. અને એ જગા પણ રૂડી એકાંતની છે. પણ કૃપાળુદેવની દૃષ્ટિએ વિચરવું છે; અને હમણાં આશ્રમ ઉપરથી મન ઊઠી ગયું છે. ત્યાં મોહનલાલજી રહેશે. અહીં પણ કાંઈ હરકત જેવું નથી, પણ સવારસાંજ જાળ લઈને માછીલોક જાય છે તે ગમતું નથી. કૃપાળુદેવે અમને ના કહી છે. “જ્યાં અનાર્ય કે અભક્ષ્ય આહાર લેનાર રહેતા હોય ત્યાં મુનિ, ન રહેવું, ન વિચરવું.” એવું કૃપાળુદેવનું કહેલું સાંભરે છે. એટલે એવા પર્યાયવાળા ક્ષેત્રમાં રહેવું ન બને તે ઠીક.
[‘ઇબ્દોપદેશ'નું વાંચન – ચોથે પાંચમે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમી પ્રત્યાખ્યાનાવરણીય કષાયસહિત હોય
તે કર્મો આદરે છે પણ તે બાંધેલા ભગવી ખપાવે છે.] પ્રભુશ્રી–આમાં શું સમજવું?
૧. મુમુક્ષ લક્ષ બીજો છે એટલે કર્મોને ભોગવતાં છતાં તે ન ભોગવતો હોય એવું પરિણામ આવે છે. ભોગવીને તેનાથી મુક્ત થાય છે.
પ્રભુશ્રી તમે શું સમજ્યા?
૨. મુમુક્ષુ–પૂર્વે બાંધેલાં કર્મો તે આવવાનાં તો ખરાં જ; પણ આસક્તિ રહિત ભોગવી તેને બાળી દે છે.
પ્રભુશ્રી–વાત સાચી છે. તમારું કહેવું સાચું છે અને એમનું કહેવું ય સાચું છે. પણ મર્મ કોઈ રહી જાય છે.
ઘણા એમ કહે છે કે અમે તો ભોગવીને કર્મ ખપાવી દઈએ છીએ. વૃત્તિ કંઈ ઊઠી તેને પૂર્વકર્મ જાણી સ્ત્રી વગેરે ભોગવી પછી એમ માને કે મેં કર્મ ખપાવ્યું. પણ એમ નથી; એ તો મોહ છે. વૃત્તિને રોકવી, સૂકવી નાખવી. બાકી એમ સંતોષ્યાથી કર્મથી છુટાતું નથી. એ તો અગ્નિમાં લાકડાં નાખવાનો કે બળતામાં ઘી હોમીને હોલવી નાખવાના જેવો પ્રયત્ન થયો; તેમ કોઈ દિવસ થયું નથી.
સમ્યગ્દષ્ટિની વાત જુદી છે. પણ હું ભોગવું અને છૂટી જાઉં', એમ ન બને. એને તો રોકવી, ક્ષય કરવી. “વૃત્તિઓનો ક્ષય કરજો, મુનિ,” એવું અમને કૃપાળુદેવે કહેલું. ફરશી લઈને
૧. કોઈનું દિલ દુભાય એવું ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org