________________
ઉપદેશામૃત
શરીર નહીં ઠીક હોવાથી મન રોકવા બિચારાએ વાત વાંચી, પણ ઊલટું મોહનીય કર્મ વધાર્યું. કાળ તો એમાં ય ગયો; પણ આવું કોઈ ધર્મપુસ્તક વાંચવામાં કાળ ગાળ્યો હોય તો શુભ નિમિત્તથી નિર્જરાનું કારણ થાય. અમનેય વૃદ્ધાવસ્થામાં વેદનીયને લીધે ચેન ન પડે ત્યારે કંઈક શુભ નિમિત્ત ગોઠવીએ છીએ. આજે કંઈ ઊંઘ ન આવી, ચેન ન પડયું એટલે આમ વાંચવામાં કાળ ગાળ્યો તે કાંઈ ખોટ ગઈ ?
૨૭૬
આ કંઈ તમને કે આમને જ કહું છું એમ નહીં. ખોટું લગાડવા નહીં, પણ આખું જગત આમ ને આમ દારૂના છાકમાં ગાંડું બન્યું હોય તેમ મિથ્યાત્વ જ વધાર્યા કરે છે. તો હવે કંઈ વિચારવું કે નહીં ?
અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોમાં જ ફસાઈ પરિભ્રમણ કર્યું.
“અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ.
અહંભાવ અને મમત્વભાવ, અહંભાવ અને મમત્વભાવ! બસ, આમાં બધું આવી ગયું પશુપંખી, ઝાડ-પહાડ, ઇંદ્ર-ચંદ્ર વગેરે. મેં જાણ્યું, મેં ખાધું, મેં પીઘું, બધામાં ‘હું' ને ‘મારું'—એ મિથ્યાત્વનું મૂળ છે.
છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે ! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય ! ગમે તે અડચણ, વિઘ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સતિનું કારણ છે.
""
“એ સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.''
આ મોક્ષમાર્ગ ! હવે, બીજું મારે ક્યાં માન્ય છે ? એવી પકડ થઈ ગઈ એટલે વહેલું મોડું એ રૂપ થયે જ છૂટકો.
“જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.”
કંઈ બાકી રહ્યું ? જન્મ, ઓછું દુઃખ ? જરા, આ ઘડપણના (પોતા તરફ આંગળી કરી) દુઃખ ઓછાં ન જાણશોહરાય ફરાય નહીં; ખાવું પીવું ગમે નહીં અને રોગ, દુ:ખ, દુ:ખ ને દુઃખ; હલાય નહીં, બોલાય નહીં, ગમતું થાય નહીં, ગમત ચેન ન પડે—એ સર્વ બાઘાપીડાથી રહિત, બાદ કરતાં ‘સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ,' હાશ ! બીજું મરને ગમે તે થાઓ, પણ એમાં ક્યાં બીજું થવાનું છે ?
“જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે.’
છાપ મારી છે છાપ! શ્રદ્ધાની જરૂર છે, નિશ્ચયની જરૂર છે. સન્ધા પરમ વુન્નન્હા કહી છે, પ્રભુ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org