________________
ઉપદેશસંગ્રહ-૨
૨૭૫ ઘણાં ગોકુળ તેને ઘેર હોય. માત્ર બીજી ગાયોનું દૂઘ પીને રહેનારી જે ગાયો હોય તેવી ગાયોનું માત્ર દૂઘ જ પીનારી હજાર ગાયો હોય, તેનું દૂઘ પીને રહેનારી સો ગાયો હોય, તેનું દૂઘ પીને રહેનારી દશ ગાયો હોય, તેનું દૂઘ પીનારી એક કામધેનુ ગાય. તેના દૂઘની ખીર તેનો વાછડો કે ચક્રવર્તી જ પી શકે. ચક્રવર્તીની પટરાણી પણ તે જીરવી ન શકે. તેની દાસી રાંઘવાના વાસણે ચોટી રહેલાં બબડાં બળેલો માવો વાસણ સાફ કરતાં ખાતી તેને લીધે તેનામાં એટલું સામર્થ્ય આવતું કે જેને ઘણની ચોટ દેતાં કે ખલમાં નાખીને વાટતાં પણ ન ભાગે તેવા હીરા તે ચપટીમાં દાબીને ચૂરા કરી નાખતી. તો ચક્રવર્તીનું કેટલું જોર? શાને માટે દ્રષ્ટાંત દીધું તે વાત જતી રહી. કંઈ જોર વિષે હશે.
કર્મ, કર્મ ને કર્મ ! કર્મરૂપી મદારી જીવરૂપી માંકડાને રમાડી રહ્યો છે. બીજું શું? આ દેખાય છે તેવો જીવ હશે? આત્માનું સ્વરૂપ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર–જાણવું, દેખવું, સ્થિર થવું. કૃપાળુદેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે : “મુનિ, જડભરત થઈને ફરજો.” ગાંડિયા થઈ જવા જેવું છે. પણ કહેશે, મુનિ ખાય છે, પીએ છે ને આમ કેમ કરે છે? બીજે કંઈ ચેન પડતું નથી. જેથી ગમત પડે તે તો હોય નહીં. ઉદાસ, ઉદાસ, ઉદાસ ! મૂંઝવણ, મૂંઝવણ ને મૂંઝવણ રહે છે. કંઈ સાતું નથી.
સદ્ધી પરમ ટુહીં.” એ આવી ગઈ તો કામ કાઢી નાખે. સાચા પુરુષની ઓળખાણ, શ્રદ્ધા એ સમ્યકત્વ. આજે કે પચાસ વર્ષે પણ તેને જે વળગી રહેશે તેનો બેડો પાર.
કર્મ કોઈને છોડે છે? ગમે તેટલી ગભરામણ થતી હોય પણ સત્સંગ, સન્શાસ્ત્ર અને એવામાં જ કૂટકૂટ કરીએ તો કાળ તો એમે ય જાય અને એમે ય જાય; પણ એકમાં નિર્જરા છે અને બીજો બંધનરૂપ છે. શું કરીએ? કર્મ ઘેરી લે છે તે પાપ વેઠીએ છીએ. ગમે તેમ થાય પણ એ જ કર્તવ્ય છે. અમારે અમારું ય સાચવવું જોઈએ ને? જ્યારે જ્યારે ફુરસદ હોય ત્યારે એ જ સાઘનમાં, સમરણમાં, ધ્યાનમાં પ્રવર્તીએ છીએ. સૌને એ જ કર્તવ્ય છે.
અનંતી પુયાઈનો ઉદય હોય તો પુરુષના મુખથી આત્મા સંબંધી વાત સાંભળવાનો યોગ મળે. આ લાખેણી ક્ષણ જાય છે. આખું જગત ઘડકૂટમાં પડ્યું છે. કાળને માથે ધિક્કાર છે !
પ્રભુશ્રી એક વિદ્યાર્થીને) શું વાંચતા હતા, પ્રભુ? વિદ્યાર્થી—નૉવેલ. એમાં કંઈ જાણવા જેવું નથી. “ફોર્થ રીડરમાંથી એક વાત છે. પ્રભુશ્રી–એમાંથી શું વાંચ્યું?
વિદ્યાર્થી—પાંચ વહાણ લઈ એક માણસ અમેરિકા શોઘવા ગયો. તેમાંથી ચાર તણાઈ જઈ ગૂમ થયાં. અને બાકીનું એક, એક બેટ આગળ જઈને પાછું ફરતાં બૂડી ગયું. પણ ત્યાં બેટમાં સંસ્થાન સ્થાપ્યું ત્યાં તેનું નામ રહ્યું.
પ્રભુશ્રી–(પુસ્તક મંગાવી, હાથમાં લઈ) આ ચિત્રવાળું કંઈક વાંચતા હતા અને આડા પડ્યા હતા. તે શું વાંચતા હતા એમ પૂછવાનો વિચાર થયો હતો તે પૂછ્યું. કહો, એમાં શું મળ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org