________________
૨૭૪
ઉપદેશામૃત પ્રભુશ્રી–પ્રભુ, આ તો કોઈ અપૂર્વ ગ્રંથ થાય ! પ્રથમ પ્રશ્ન તમે જણાવ્યો તે મહતું પુણ્યના ઉદયે તમને સૂઝયો છે. કાળ તો પ્રભુ, જાય છે; પણ એના નિમિત્તે કાઢ્યો હોય તો લેખે લાગે.
મુમુક્ષુ-ઘર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું–મૌન રહેવું?
પ્રભુશ્રી સ્યાદ્વાદ માર્ગ છે, પ્રભુ આખા જગતને ચામડે ન મઢાય; માત્ર પગમાં જોડા પહેરાય અને માર્ગમાં કાંટા પડ્યા હોય તે દૂર કરવામાં વાંધો, હાનિ નથી. પણ કૃપાળુદેવનું વચન છે કે કાંટે ફાળિયું ભરાયું હોય તો ફળિયા માટે આગળ જતા અટકવું નહીં. છૂટે તે છોડી લેવું, નહીં તો પડી મૂકીને આગળ વધવું.
તા. ૧૯-૧૨-૨૪ ઇબ્દોપદેશ'માંથી વાંચન :
“क्षोभरहित एकान्तमें तत्त्वज्ञानथित लाय ।।
सावधान हो संयमी निजस्वरूपको भाय ॥३६॥ ક્ષોભરહિત–ખળી ન રહે; મને ગમે તેટલી અડચણ આવે; પણ દૂર કરે. આત્માનુભવની, ગુરુના સાચા શરણની ખૂબી ઓર છે ! ગળું રંધાતું હોય, શ્વાસોશ્વાસ માતો ન હોય, ચક્કર આવતાં હોય, મૂંઝવણ થતી હોય પણ તેથી શું થયું? ગમે તો ભલેને મોત આવે; પણ સાચ તે સાચ જ છે. હવે તને (વેદનાને) ન માનું. અનાદિ કાળથી આમ ને આમ ભુલવણી થતી; પણ હવે સદ્ગુરુનાં વચન હૃદયમાં કોતરી રાખ્યાં છે. દેહ પડી જાય પણ તેને ન મૂકું. આ પલ્લો પકડેલો છોડે નહીં તો ભાર છે કે મોહરાજા તેના સામું જોઈ શકે ?
મોહરાજા ક્રોઘને કહે, “ભાઈ તું જા, જા. એ તો કંઈક જુદું જ સાંભળવા, સમરવા બેઠો છે. પછી આપણો મટી જશે. માટે ઝટ જા.” પણ તરવાર કે ફરશી લઈને ઊભેલા પાસે જતાં સૌ ડરે. તેમ ક્રોઘ કહે, “હમણાં તો તે વેગમાં છે, તે મને નહીં ગાંઠે.” માનભાઈને કહે, “તમે તો મોટા તે તમારો ભાર પડશે'; પણ તેને પણ ડર લાગ્યો કે મોટાને આશરે છે એટલે હમણાં મારો લાગ નહીં ખાય. માયાને કહ્યું તો તે પણ ડરવા લાગી કે તેને લગની લાગી છે બીજી, એટલે મારું કાંઈ નહીં ચાલે. એટલે છેવટે લોભભાઈ ચાલ્યા. રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય એટલે લાગે કે બીજાના કરતાં મારામાં કંઈક વિશેષ છે. એમ લોભભાઈ પાછળ માનભાઈ પણ પેસે અને માયા વગેરે પણ આવે. પણ પહેલેથી જ માનપૂજા, બડાઈ, લાલસા વગેરેને બાળી દીઘાં હોય અને એકમાત્ર મોક્ષની અભિલાષા રાખી હોય તો પછી જોઈ લ્યો એનું બળ ! પ્રભુ, કરી મૂકેલું ખપમાં આવે છે; અને ડગે નહીં તો તો એનું–કૃપાળુદેવનું—એવું યોગબળ છે કે ગમે તેવાં કર્મ હોય તેને બાળીને ભસ્મ કરી નાખે. કર્મના શા આશરા ? પણ એને શરણે રહે તો. ગાંઠ એવી પાડી દે કે વછૂટે જ નહીં. તે તો જે આવે તેને ફટ દેવા માંડે, તું ય આવી જા. શૂરવીરની પેઠે શસ્ત્ર ચલાવે અને કર્મ ખપાવે. ગમે તેવી વેદની હોય, પણ એનો એ જ લક્ષ રહે.
ચક્રવર્તી રાજાને ત્યાં કામધેનુ ગાય હોય છે. દશ હજાર ગાયોનું એક ગોકુળ ગણાય. એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org