________________
ઉપદેશસંગ્રહ-૨
૨૭૩ પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રતનરાજને, કોઈક આ ભાઈશ્રીને (રણછોડભાઈને) અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા ! ઝેર પીઓ છો ઝેર; મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. એની દૃષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ઘાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે! ઉપકારીનો ઉપકાર ન ભૂલવો–કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબિ હોય તો વાંધો નથી. પણ પૂજા તો એ જ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો તમે કૃપાળુદેવની સાથે ચા દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાઘક રહેવાનું કહ્યું છે, આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ પર હાથ મૂકી “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે,” એમ જેને ઇચ્છા હોય તે કહી જાય. ઊઠો ભાઈ, તમને આ રુચે છે કે નહીં?
મુમુક્ષુહા, પ્રભુ.
[ પછી બધા વારાફરતી ઊઠી કહ્યા પ્રમાણે ચિત્રપટ આગળ કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ ત્યાં હતા. તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા : ]
આ ભદ્રિક નવા જીવો પણ ભેગાભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું? ક્યાંથી આવી ચઢ્યા ! ટકી રહે તો કામ કાઢી નાખે !
અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ' કરી દૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ.
પૂના, તા. ૧૮-૧૨-૨૪, ગુરુ પ્રભુશ્રી—કેટલાય ભવ કર્યા હશે. છે તેની ખબર? પહાડ, વૃક્ષ, વનસ્પતિ, તિર્યંચનાકશાની ખબર છે? મર્યા પછી આ દેહમાં આટલાં વર્ષથી રહ્યો તેનું કશું ભાન રહેવાનું છે? મરણનો ભય નથી લાગ્યો.
મુમુક્ષુ–પરમકૃપાળુદેવનો આપનો પરિચય; આપનું તે પહેલાંનું ગૃહસ્થાવસ્થાનું, આચાર્ય તરીકેનું તે પછીનું ચરિત્ર; આપ દરેકને ક્ષમાપના અને વીસ દુહાની આજ્ઞા કરો છો તેનું રહસ્ય? પ્રથમ મુમુક્ષુએ શું જાણવું જોઈએ? સનાતન જૈન એટલે શું? સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? આપણે આપણું કરી રહ્યા જવું કે ઘર્મ વિસ્તારમાં પડવું? તેમાં મુનિ હોઈ શકે કે નહીં ? – વગેરેનું વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી, “એ તો વાંચ્યું છે' એમ કરે છે તેમને આ જાણ્યા વગર એકલું વાંચી ગયે ન સમજાવા યોગ્ય છે, એમ સમજાય.
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org