________________
૨૭૨
ઉપદેશામૃત અમે તો કહી છૂટીએ છીએ કે નાની ઉંમરથી સંયમ લીધો હતો તે આવા ને આવા હઈશું? ભૂલો પણ થઈ હશે. પણ હવે તો એ સાચ ઉપર જ જવું છે. અમને આશ્રમનો ય શો પ્રતિબંધ છે ? એ આશ્રમમાં હવે અમારે માથું મારવું નથી. ભલે ત્યાં ઢોરાં ને ગધેડાં ફેરવો. એક નિવૃત્તિનું કાળ ગાળવાનું, ભક્તિભજન કરી ખાવાનું ઠામ કર્યું હતું ત્યાં તો શુંનું શું થઈ પડ્યું! અમે જાત્રામાં આમ બધે વિચર્યા છીએ ત્યાં ઘણી જગાઓ જોઈ રાખી છે. વૃદ્ધાવસ્થા છે એટલે વિરકલ્પીને ઘટે તેમ કોઈ સ્થાનક જોઈએ તે પુણ્યના જોગે એવું બીજું કોઈ થઈ પડશે. પણ ત્યાં કોઈએ અમારી રજા વગર આવવું નહીં. અને પત્ર વગેરે લખવાની પણ જરૂર નથી.
ગુરુને શરણે, અમે તો જ્યારે આશ્રમ સુધરશે, બધાં સારાં વાનાં થશે ત્યારે જાણીશું અને તે વખતે પધારવાને પણ હરકત નથી.
ત્યાં આશ્રમમાં એકાદ મુનિ રહેશે અને જે ખપી હોય તેણે ભક્તિભજનમાં કાળ ગાળવો. પણ ત્યાં ચિત્રપટ અને શુભ સ્થાનકો છે તેની આશાતના ન કરવી અને નાગાઈવેડા ન કરવા. બીજું બધું કામ બંધ રાખવું. અમને એમ જણાયું છે કે આશ્રમના ગ્રહ હમણાં ઠીક નથી. અનુકૂળતાએ ઘીમે ઘીમે મંદુ મંદું બધું થઈ રહેશે.
કોઈના ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી વહ્યા જવાનો માર્ગ છે. અમારે અમારું સંભાળવું જોઈએ કે નહીં? અમે તો અજ્ઞાતપણે જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું. એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે. અમને તો કોઈ સેવાભક્તિ કરે ત્યારે ગલગલિયાં આવતાં. કેમ ભાઈ, તમને આમ થાય છે ?
રણછોડભાઈ_થાય છે, પ્રભુ
પ્રભુશ્રી–જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ. કેમ ભાઈ, તમને જ્ઞાન થયું છે ? થયું હોય તો કહી દેજો.
રણછોડભાઈ—(ડોકું ધુણાવી) ના પ્રભુ.
પ્રભુશ્રી–નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ, નથી કોઈને આડો રસ્તો બતાવવો કે નથી પૂજાસત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ એ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે, વાચા બંઘ થઈ જાય; મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org