________________
ઉપદેશસંગ્રહ-૨
૨૭૧ થોડા દિવસ પછી પેલા મોચીના ગામનો એક વેપારી તે દેશમાં માલ લઈને આવ્યો. તેણે તેને ઓળખ્યો. પણ પંડિત ચેતી ગયો; અને પોતાની લાગવગથી તે વેપારીને જકાતના પૈસા ભરવાના માફ કરાવ્યા. પછી વેપારીને કહ્યું કે કોઈને મારા વિષે અહીં વાત કરીશ નહીં.
વેપારી તો માલ વેચી કરી પોતાને ગામ ગયો. ત્યાં પેલા પંડિતના પિતા મોચીને તેણે વાત કરી કે તમે અહીં જોડા શું કરવા સીવી ખાઓ છો? જાઓને તમારા છોકરાને ત્યાં. એ તો ફલાણા શહેરમાં રાજાનો મોટો અમલદાર થયો છે. એટલે મોચી તો ત્યાં ગયો અને છોકરાને મળ્યો. પછી છોકરે તેના બાપને બધી વાત કરી અને કહ્યું કે અહીં કોઈ જાણે નહીં તેમ તમે રહો અને બેઠા બેઠા ખાઓ. એમ થોડા દહાડા તો ચાલ્યું. પૂછે ગાછે તો બઘાને કહે કે એ તો અમારું માણસ છે; છોકરાં હિંદોળવા રાખ્યું છે.
પેલા પંડિતને ત્યાં રોજ જે માણસો આવે તે બારણા આગળ જોડા કાઢી ઉપર જાય. પણ પેલા ડોસા તો ઘોડિયા પાસે બેઠા બેઠા જોડા જ તપાસે અને બબડે કે આના જોડાને એકવડું તળિયું છે; આનો સીવનારો કુંભાર જેવો છે; આના કરતાં પેલા જોડાની સિલાઈ સારી છે. એવામાં એક જેણે પંડિતની વહુને પૂછ્યું કે બાઈ, આ કોણ છે? ત્યારે તેણે કહ્યું કે અમે આ માણસને છોકરાં હિંદોળવા રાખ્યો છે. તે સાંભળીને ડોસો બોલી ઊઠ્યો કે હું તો તારી સાસુનો વર થાઉં. આથી તે બાઈ સમજી ગઈ કે આ કંઈ તરકટ જેવું જ લાગે છે. તેથી તે તો એકદમ છોકરું લઈ પોતાના પિતાને ઘેર ગઈ. અને “મને મોચીની સાથે તપાસ કર્યા વગર પરણાવી. દીઘી ?' એમ કહીને રોઈ પડી.
પછી પંડિતે એ વાત જાણી એટલે એ તો શહેરમાંથી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યો. બધો સામાન વગેરે તૈયાર કરતો હતો તેવામાં રાજગોર પોતાની કન્યાને લઈને આવ્યો અને કહ્યું, કેમ શાની તૈયારી કરો છો ? એટલે પંડિતે કહ્યું, મારે આ શહેરમાં રહેવું નથી. તેનું કારણ રાજગોર જાણી ગયો હતો તેથી તેણે કહ્યું, હું પણ તમારી સાથે આવું છું; કારણ કે તમારી વાત થાય એટલે પછી મારી વાત પણ નીકળે. હું પણ તમારી પેઠે તાઈતંબોળી હતો અને અહીં આવી રાજગોર બન્યો. રાજાને મળીને આપણે ગામ જવું છે કહીને, ચાલો આપણે બીજા દેશમાં જઈએ.
તેથી બન્ને રાજા પાસે ચાલ્યા. રાજા હોંશિયાર હતો. તેણે કહ્યું કે બન્ને વિદ્વાનો મારા દરબારમાંથી કેમ જાઓ છો તે મારે જાણવું છે. પહેલાં તો તેમણે કંઈ કહ્યું નહીં. પછી રાજાએ કહ્યું કે તમારો ગમે તેવો ગુનો પણ હું માફ કરીશ. એટલે હિમ્મત આવ્યાથી તેમણે વાત કરી કે એક જણ તાઈ અને બીજો મોચી હતો. પણ હવે એ વાત જણાઈ જાય માટે જવાનું યોગ્ય ઘાર્યું છે. પછી રાજાએ પણ પોતાની વાત જાહેર કરી અને આરસી દેખાડીને કહ્યું કે હું પણ પહેલાં હજામ હતો અને આમ આરસી બતાવતો હતો. માટે ડરશો નહીં.
આમ લેભાગુથી માર્ગ ચાલે નહીં. સાચ ઉપર વાત આવી છે. જેમ છે તેમ ઉઘાડું હવે તો કહી દઈશું. જેને માનવું હોય તે માનો અને ન માને તો તેનો અધિકાર છે. અમારે તો હવે છૂટી પડ્યું છે. પૂજા ને ફૂલ ને સેવા એ બધું અમે થવા દીધું તે અમારી ભૂલ. આ બધા સંઘ આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org