________________
૨૭૦
ઉપદેશામૃત દૂર ડુંગર ઓળંગી આત્મકલ્યાણ માટે આવ્યા છે. અહીંથી કંઈક લાભ લઈને જાય તો સારું. દુષમકાળમાં સત્સંગ દુર્લભ છે. આત્મહિત વિસારે ન પડે માટે પુરુષાર્થ કર્તવ્ય છે.
તા. ૨૨-૬-૨૪ આ તે શું કહેવાય? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? માર્ગ આવો હશે ? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂછ્યું? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છંદ! પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂછ્યું કે આમ તે થાય ?
અમે તો હવે છૂટી જવા માગીએ છીએ. જેવું છે તેવું ચોખ્ખું કહી દેવાના છીએ. જેને માનવું હોય તે માને. બિચારા જીવો પરાણે તણાઈને ખર્ચ કરી ભક્તિભાવ માટે આવે અને એમાં આવું જાગે ! અમને તો એ ગમતું નથી. મોહનીય કર્મ છે. પ્રભુ, હવે પઘારો. મોહનીય કર્મે તો મારીને ભૂંડું કરી નાખ્યું છે. હવે ચેતવા જેવું છે, પ્રભુ!
તા. ૨૩-૬-૨૪ ઘન્ય ! તે નગરી, ઘન્ય ! વેળા ઘડી;
માતપિતા કુલ વંશ જિનેશ્વર.” [સવારે સ્તવનમાં ગવાયું.] એમાં શો મર્મ રહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે? કુલવંશ અને એ સગાઈ બઘી તે શું આ શરીરની? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમક્તિ સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી ! સંસારીને ગાદીએ બેસાડી સંન્યાસી પણ એને પગે લાગે એવો સ્વામીનારાયણ અને વૈષ્ણવના જેવો માર્ગ કરી નાખવો છે? એ તો એનું યોગબળ છે, તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે. “કર વિચાર તો પામ” એમ કહ્યું છે તે અમથું? વિચાર વગર તો, સુવિચાર વિના, ઘર્મ પમાતો હશે? “એસાને મળ્યા તેસા, તેસાને મળ્યા તાઈ; ત્રણેએ મળીને તતૂડી બજાઈ.” એ વાત તો લૌકિક છે; પણ પરમાર્થ સમજવા કહું છું.
એક હતો મોચી. તે ઘર છોડીને ફરવા નીકળ્યો. જતાં જતાં કાશી બનારસ જઈ પહોંચ્યો. ત્યાં સંસ્કૃત વગેરે ભણી પંડિત થઈને આવ્યો. એટલે હવે તેના જોડા સીવવાનું કંઈ ગમે ? તે તો પાછો દૂર દેશ નીકળી પડ્યો, એક નાના ઠાકોરના દરબારમાં જઈને શ્લોક બોલ્યો અને સભાને રાજી કરી. તેથી તેને પંડિતની જગા ઠાકોરે આપી. એટલે ત્યાં જ તે રહેવા લાગ્યો. ત્યાંના રાજગોરની કન્યા સાથે તેનાં લગ્ન પણ થયાં.
૧. પૂનામાં પ્રભુશ્રીના પૂર્વાશ્રમના ચિરંજીવી મોહનભાઈને કેટલાક મુમુક્ષુઓએ પ્રભુશ્રીની ગેરહાજરીમાં રાત્રે તેમની ગાદી ઉપર પરાણે બેસાડી ભક્તિ કરેલી તે સંબંધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org