________________
ઉપદેશસંગ્રહ-૨
૨૬૯
તા ૧૮-૬-૨૩, સાંજના સદ્ગુરુ, સદૈવ, સદ્ધર્મ એ આત્મારૂપ જ છે.
સ્થિતિકરણ - કોઈ સ્થિર વસ્તુ સાથે કોઈ ડોલતી વસ્તુ બાંધે તો ડોલતી બંઘ થાય, થાંભલા સાથે હાલતી વસ્તુ બાંધે તો તે સ્થિર થાય; તેમ સપુરુષ સાથે સંબંઘ-સહવાસ રહેવાથી સ્થિરતા આવે છે. બોઘની અસર થાય છે.
સેવા કરવી અને આજ્ઞા ન ઉઠાવવી એ પગ દાબવા અને જીભ ઉપર પગ મૂકવો એના જેવું છે.
સ્ત્રીઓમાં સરળતા હોય છે, તેમના મનમાં ગાંઠો હોતી નથી. જે પંચાધ્યાયી વંચાય છે તે જેનાથી સમજાય તેણે શરત રાખવું તે અન્યને પણ હિતકારી છે.
મુમુક્ષુ–“શુભ શીતળતામય છાંય રહી' એ પદમાં “નવકાર મહાપદને સમરો” એને બદલે સહજાન્મસ્વરૂપ સદા સમરો' એમ કેમ બોલાય છે ?
પ્રભુશ્રી નવકાર' અને “સહજાત્મસ્વરૂપમાં ભેદ નથી. અને એનું ઉત્થાપીને અમારે કાંઈ અમારું કશું કરવું નથી. જ્યાં ત્યાં ભજન વગેરેમાં એના વિચારમાં કાળ ગાળવો છે. અમે તો કાંઈ સમજતા નથી, પણ તેની કેટલેક અંશે આજ્ઞા ઉઠાવી છે. બાકી આશાતના કરશો તો માર્યા જશો. “હે હરિ! હે હરિ! શું કહ્યું? દીનાનાથ દયાળ' તેને બદલે “હે પ્રભુ! હે પ્રભુ!” બોલવાની આજ્ઞા થયેલી. પછી તે પ્રમાણે કહ્યું ન કરે તો સ્વચ્છેદ ગણાય.
કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાઘક છીએ. વિકથામાં ન રોકાવું. એ કર્મ તો મોહનીય કર્મનો છાક છે.
મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાંહિ'—જેમણે મુડાવ્યું છે તેમણે ચેતવા જેવું છે.
“મોક્ષ કહ્યો નિજશુદ્ધતા–કર્મ આવી આવીને પડે છે પણ શુદ્ધતા સમતા સાચવવી. સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવકી જય કે ત્રિલોકના નાથની જય બોલાય ત્યારે ગલગલિયાં આવે; પણ ધૂળ ઊડતી હોય ત્યારે કોઈ આંખ ફાડે? તેમ ઘર જાણી લીધું એટલે ઘરમાં પેસી જાય કે કપડું આંખ પર ઢાંકે.
તા. ૧૯-૬-૨૩, સવારના આ જગા કેવી છે, જાણો છો? દેવસ્થાનક છે! અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે; જુવાનનું કામ નથી. ખપી હશે તે રહેશે. જે ખપી હોય તેણે ભક્તિ-ભજનમાં કાળ ગાળવો, પણ ચિત્રપટ અને શુભસ્થાનકો છે તેની આશાતના ન કરવી.
પૂના, શ્રાવણ વદ ૯, તા. ૧૮-૬-૨૪, સાંજના આ ભાઈઓ ચરોતર-ગુજરાતમાંથી આવે છે. અહીં શું તેમણે વેપાર કરવો છે? આટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org