________________
ઉપદેશામૃત
પ્રભુશ્રી—આસપુરુષનો બોધ અને સત્પુરુષની દૃષ્ટિએ અંતરાત્મા થવાથી સાચી શ્રદ્ધા આવી જણાય. અંતરાત્મા ક્યારે થવાય ? તેનું માન્યે માન્ય (સત્પુરુષના માન્યા પ્રમાણે માનવાથી) સત્પુરુષની દૃષ્ટિએ રહેવાથી. એમ શાથી રહેવાય ? તો સત્પુરુષના બોધથી. માત્ર બોધની કચાશ છે. નહીં તો બોધથી અંતરાત્મા થવાય.
૨૬૬
સંસારનો ભાવ સત્પુરુષમાં હોઈ શકે જ નહીં. સામાન્ય મુમુક્ષુ સાંસારિક કાર્યને ઠેલી શકે છે તો સત્પુરુષથી તો સંસાર દૂર જ રહે. વજ્રભીંત જેવો તેને ભેદ પડી ગયો હોય છેતેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે. તો પછી જાણીને તેમાં તે લબદાય ?
“એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું.''
આશાતના અને અશુચિથી સાવચેત રહેવું. જ્યાં સમાઘિ-મરણની તૈયારી કરવા આવતા હોઈએ ત્યાં કોઈને વિક્ષેપ થાય તેમ વર્તવું નહીં. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે. નાનાં છોકરાં, ભક્તિમાં લઈને આવવાથી તે મળ મૂત્ર કરે કે અવાજ કરીને બોધમાં અંતરાય પાડે તો મહા દોષ લાગે છે. પ્રભુ, છૂટવા આવતાં બંધન થાય છે; તેના કરતાં દૂર બેસી નામ જપવાનું કે ભક્તિભાવના કરવાનું રાખે તો તેનું ઓછું ફળ નથી. પરમકૃપાળુદેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો, તે તો અમારું મન જાણે છે. માત્ર પાસે બેસીને ભક્તિભજન જ કરવાની ભાવના હતી. ‘આપણે તો હવે શુદ્ધિ પાળીએ કે ન પાળીએ તોયે ચાલે', એવું ન ચાલે. શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય તો વિષ્ટા અને ખાવાનું પાસે રાખી જુઓ જોઈએ !
સંસાર સ્વપ્ન જેવો છે. જનક રાજાને ‘આ ખરું કે આ ખરું ?' એમ થયું હતું, તેનો નિવેડો અષ્ટાવક્ર વિના મળ્યો નહોતો. બધું ભવાઈના વેશની પેઠે કે મૃગજળ પેઠે ખોટું છે. તેમાં નકામા બધા દોડ કરી રહ્યા છે.
‘વચનામૃત'નું વાંચન :
“આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ-વિયોગ, સુખ-દુ:ખ, ખેદ-આનંદ, અણરાગ-અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે.’’
૧. મુમુક્ષુ—કેટલાક કહે છે કે સ્ત્રી તે સ્ત્રી અવતરે અને પુરુષ તે પુરુષ અવતરે; જેમ કે બાજરી વાવે તો બાજરી ઊગે અને ઘઉં વાવે તો ઘઉં.
પ્રભુશ્રી—આત્માને તો બધા ય પર્યાયો સરખા છે. જેવી ભાવના થાય તેવા જન્મ મળે. ખેતર છે, તેમાં બાજરી વાવીએ તો બાજરી ઊગે અને ઘઉં વાવીએ તો ઘઉં ઊગે. તેમ જીવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org