________________
ઉપદેશસંગ્રહ-૨
૨૬૫ ભાગ્યશાળીને જ જિજ્ઞાસા જાગે છે. કોને કહીએ અને કોણ સાંભળે? નહીં તો પ્રભુ, (ગળું બતાવીને) આટલા સુધી ભર્યું છે ! હવે વખત થયો છે, પઘારો.
સર્વ ઘર્મનાં અંગ જૈનમાં આવી જાય છે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. જે રાહથી સંસારમળ દૂર થાય તેવી ભક્તિ કરવી. ક્ષમાપનાનો પાઠ, વીસ દોહરા અને “મૂળ મારગ' રોજ ભણવાં અને બને તો અપૂર્વ અવસર.
તા. ૧-૬-૨૩ “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી વાંચન :
“આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે.”
(“વચનામૃત'). પ્રભુશ્રી– વ્યવસ્થિત કારણ” એટલે શું ? મુનિ મો–નિર્માણ થયું છે.
પ્રભુશ્રી–અશુદ્ધ ચેતના–વિભાવ–મોહનીય કર્મ, તેને લીઘે સંયોગ વિયોગ, વગેરેની ભાવના થયેલી તે અનુક્રમે દેખાવ દે છે.
મુમુક્ષુ–સપુરુષ ઉપર સાચી શ્રદ્ધા આવી છે એમ ક્યારે સમજાય?
પ્રભુશ્રી–આ આત્માને હિતકારી પ્રશ્ન છે. તેનો ઉત્તર એમ આપો કે આમ હોય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય.
(મુનિ મોહનલાલજીને) વિચારમાં આવે તે કહો. મુનિ મો–બઘાને કહેવા દો. પછી હું તો મારે કહેવાનું છે તે કહીશ. ૧. મુમુક્ષુ–કઠિનમાં કઠિન આજ્ઞા પણ વિના સંકોચે આરાઘવા તૈયાર થાય ત્યારે. ૨. મુમુક્ષુ–સંસાર કરતાં પુરુષ પર વઘારે પ્રેમ આવતો હોય ત્યારે. ૩. મુમુક્ષુકુગુરુ ઉપરથી આસ્થા ઊઠે અને સત્પરુષ ઉપર પ્રેમ આવે ત્યારે. ૪. મુમુક્ષુ–સ્વાદથી સંસાર ભજાતો તેને બદલે સંસાર ભજવાનો ભાવ મોળો પડે ત્યારે. ૫. મુમુક્ષુ–અનાદિ કાળથી રાગદ્વેષથી જીવ રઝળે છે, તે માટે ત્યારે.
મુનિ મો–એક તો સત્પષની આજ્ઞાનો આરાધક બને અને પોતાના દોષ ટળે–પદાર્થનું અજ્ઞાન, પરમ દીનતાની ઓછાઈ અને સંસારના અલ્પ પણ સુખની ઇચ્છા એ દોષો ટળે ત્યારે.
પ્રભુશ્રી–પુરુષ છે એમ શાથી જણાય? નહીં તો વાસદ આગળ કેટલાક માણસ કૂવામાં પડ્યા હતા તેમ આજ્ઞા આરાઘવાનું ફળ મળે.
મુનિ મો–સોનાની પરીક્ષા જેમ કસોટી, છેદન અને તાપથી થાય છે તેમ સત્પરુષનો પ્રભાવ પોતાને ખબર પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org