________________
૨૬૪ ઉપદેશામૃત
તા ૩૧-૫-૨૩ અગાસી ઉપર એક વિચાર સ્ફર્યો હતો તે જાણવા જેવો છે –
સંતથી, સત્સંગથી, પ્રત્યક્ષ પુરુષની વાણીથી અને પ્રત્યક્ષ પુરુષથી શ્રદ્ધા જેને થઈ છે, તેની આજ્ઞાએ વર્તનાર તે જ્ઞાતપુત્ર (જ્ઞાનીનો પુત્ર) છે. તે બઘાં સમકિત પામવાનાં સાધન છે.
આથી આત્મઘર્મ પોષાય છે. કોઈને તેમાં શંકા જેવું હોય તો કહો.
મુમુક્ષુ–પ્રત્યક્ષ પુરુષ અને તેમની વાણી તો સમજાય છે; પણ સંત અને સત્સંગ, એમાં સંત એટલે આત્મા ન પામ્યા હોય છે કે કેમ?
પ્રભુશ્રી–સદ્ગુરુ, સંત અને પરમાત્મામાં ભિન્નભાવ નથી; સર્વ આત્મા છે.
તા. ૩૧-૫-૨૩ મુનિ મોહનલાલજી મુમુક્ષુને) તમે સમાધિ અને બોધિ સંબંધી વિચાર કર્યો હતો?
મુમુક્ષુ–પ્રભુશ્રીના ચરણકમળના યોગથી બધું પતી જશે. એમની કૃપાથી સર્વ વાનાં સવનાં છે. પ્રભુશ્રી એક વાક્ય બોલ્યા, પછી મોહનલાલજીને) યાદ રહ્યું? ટાંકી લેવા જેવાં વચન છે !
[મોહનલાલજીને યાદ ન રહેવાથી ‘ના’ કહી ઇંતેજારી બતાવી] પ્રભુશ્રી–પણ એ તો જતું રહ્યું!.
[ફરી ગોઠવીને લખાવવા લાગ્યા. પોતાને પોતાનો બોઘ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું–ભાવથી અને વિચારથી, બીજા વિકલ્પો મૂકીને. આ વિચાર સમાધિને આપે છે.
અપ્રતિબંઘ (પ્રતિબંઘ રહિત), અસંગ (સર્વ સંગથી રહિત), શાંતિનો માર્ગ આ છે. પુરુષાર્થ કર્તવ્ય ભક્તિ છે–સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને. જાગૃત થા, જાગૃત થા.
સત્સંગ-સપુરુષના બોઘે વિચાર કર્તવ્ય છે, રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ મળે આ જીવને જે લક્ષમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. અનાદિની ભૂલ થતી આવી છે તે શું? અને શાથી ટળે? તેનો જ્ઞાની પુરુષોએ વિચારી વિચારી નિશ્ચય કર્યો છે તે અવઘારવું કર્તવ્ય
છેજી.
ઘન્યભાગ્ય, અહીં જે છે તે બઘાનાં; આવો વખત મળવો દુર્લભ છે ! જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંસાર બધો બળી રહ્યો છે. તેમાં આવી જોગવાઈ—સત્સંગની–મળવી દુર્લભ છે. કોને ઘર્મની ગરજ છે? અહીં આ બઘાને કોણે બોલાવ્યા હતા? કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org