________________
ઉપદેશસંગ્રહ-૨
૨૬૩ વટામણમાં એક વખત બઘા આગેવાન વાણિયા અને ભાવસાર બેઠા હતા. એટલામાં કોઈ મોટા સાહેબ માટે બે બોકડા સિપાઈ લઈ જતા હતા. તે તેમની પાસેથી પડાવી લઈ પાંજરાપોળમાં મોકલાવી દીધા. સિપાઈને કંઈ લાલચ બતાવી; પણ પૈસા ઓછા પડ્યાથી તે મનાયા નહીં અને દશપંદર જણને પકડીને સાહેબના તંબુ આગળ લઈ ગયા. પછી સિપાઈ ઘમકાવવા લાગ્યા એટલે અમે એક યુક્તિ કરી, બઘાએ બૂમરાણ કરી મૂક્યું. સાહેબે બહાર આવી તપાસ કરી કે શું છે અને આમને શા માટે આપ્યા છે એમ પૂછ્યું એટલે બધાએ કહ્યું કે બોકડા કંઈ જતા રહ્યા હશે તે માટે અમને પકડી આપ્યા છે. તે સાંભળી સાહેબે છોડી મૂકો” કહીને કાઢી મૂક્યા.
છું.”
તા. ૩૧-૫-૨૩ “અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી, કહું
(વચનામૃત) મુમુક્ષુ-અભિનિવેશ એટલે આગ્રહ. એક શાસ્ત્રીય અભિનિવેશ અને બીજો લૌકિક અભિનિવેશ. પ્રત્યક્ષ જ્ઞાની છતાં શાસ્ત્ર ઉપર બહુમાન રાખવું તે શાસ્ત્રીય અભિનિવેશ અને લૌકિક તો પોતાની સમજને ખરી કરવા મથવું તે.
પ્રભુશ્રી–પોતાની પકડ (કલ્પના) ખરી સાબિત કરતાં મૂળ માર્ગ દુભાય, તેમ ન બને તો મોટું ભાગ્ય ગણાય. કોઈ સાધુથી અમુક આચાર ન પળાતો હોય તો તે એમ કહે કે શાસ્ત્રમાં આમ છે પણ મારાથી તે બનતું નથી, તો તે ભાગ્યશાળી કહેવાય. મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ “ઘર્મ ઋષભદેવ પાસે છે અને અહીં પણ છે' એવું એક મિશ્ર વચન, તેમની પાસે દીક્ષા લેવા માટે આગ્રહ કરનારને, કહ્યું તેથી ઘણું લાંબું કર્મ બાંધી તેમને જન્મોજન્મ પરિભ્રમણ કરવું પડ્યું હતું. મુમુક્ષુ–પોતાની ઇચ્છા ન હોય છતાં પ્રભુ, એવા ઉદયને લઈને બોલી જવાય તો શું ?
[તેના સમાધાનમાં પત્રાંક ૪૦૩ વંચાવ્યો] પ્રભુશ્રી મુમુક્ષુઓએ તો સપુરુષના ગુણગ્રામ કરવા; પણ ઘર્મ તો પુરુષ પાસેથી જ સાંભળવો. કંઈ ડહાપણ કરવા ગયો તો ઝેર ખાઘા જેવું છે.
સપુરુષના બોઘની અસર જણાય નહીં; પણ કામ કર્યું જાય છે, અને પરિણમતો જાય છે. ઘર્મરાજા અને બીજા પાંડવો હિમાલય ગયા હતા. ત્યાં કર્મ પ્રમાણે સૌ બરફમાં ખૂંતી ગયા–કોઈ ઢીંચણ સુઘી, તો કોઈ કેડ સુધી અને કોઈ ગળા સુધી, ઘર્મરાજાની માત્ર છેલ્લી આંગળી પેસી રહી ત્યારે તેમને પોતાના દોષ જણાયા; પછી આગળ ગયા. તેમાં કોઈ ને કોઈ બહાને જીવ મળી રહ્યા છે. આવો અપૂર્વ જોગ મળવો દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org