________________
૨૬૨
ઉપદેશામૃત અમે પહેલાં વાંચેલું અને દરેકમાં ક્યાં ક્યાં ખોટ આવે છે તે વિચારેલું. બધી દુકાનોની ખોટ ભાગે તેવી એક દુકાન પરમ કૃપાળુની કૃપા થવાથી સમજાઈ.
(મુનિ મોહનલાલજીને) વચનામૃતમાં છે કે જો તું સ્વતંત્ર હોય તો નીચે પ્રમાણે દિવસના ભાગ પાડજે ભક્તિકર્તવ્ય, ઘર્મકર્તવ્ય, વગેરે. તેમાં ઘર્મ અને ભક્તિ આવે છે તેનો ભેદ શું?
મુનિ મોહનલાલજી–જે મંત્ર મળ્યો છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિંતવવું, ક્ષમાપના, વીસ દોહરા, વગેરે જે સત્પરુષે કહ્યું હોય તે બોલવું એ ભક્તિ; અને સ્વરૂપનું ચિંતવન તે ઘર્મ.
પ્રભુશ્રી–અમે કૃપાળુદેવની હયાતીમાં આમ દિવસો ગાળતા હતા. દિવસે જુદા જુદા ગ્રંથો વાંચ્યા હોય તેની રાત્રે ચર્ચા કરતા પણ દિવસે ઊંઘવાની મનાઈ હતી એટલે રાત્રે સૂવાનો વખત થયાની રાહ જોતા. બે પ્રહર નિદ્રાના “પુષ્પમાળા'માં છે, પણ એક પ્રહર જ મળતો અને ચાર વાગે ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી સવારે કેટલાક ગોચરી માટે જતા અને અમે વાંચતા. આખો પહોર ન બને તો ગમે તેમ કરી ઘડી બે ઘડી નિયમિત રીતે તેમાં કાળ ગાળવો, ઘર્મનું સ્વરૂપ તો અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છેદ ટાળવા અને એ ટળશે. “ઘર્મ કહે આત્મસ્વભાવકું એ સત્ મતકી ટેક.'
“ભગવત્ મુક્તિ આપવામાં પણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે.”
(પત્રાંક ૨૮૩) આનું શું સમજવું?
[પછી ચર્ચા થઈ] હમણાં રહેજે રહેજે' કહ્યું હતું; પણ કહેવું હતું તે ચાલ્યું ગયું. (પછી થોડી વારે કહ્યું) મુક્તિ એટલે છૂટવું; તું કર્મ બાંઘ અને હું છોડું એમ ચાલ્યા કરે છે. પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં કૃપણ છે.
એક બાળકૃષ્ણ નામના જૈન મુનિ હતા. એક વખત સૌરાષ્ટ્રમાંના એક રાજાને તેમણે વરસાદ આવશે એવું જણાવેલું. રાજા ઉપાશ્રયમાંથી ઘેર પહોંચ્યાં કે તરત વરસાદ થયેલો. એટલે તેમના ઉપર તે રાજાની આસ્થા થયેલી અને તેના રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરેલી.
તે મહારાજને દીક્ષા લેતાં પહેલાં અમે મળેલા. વટામણમાં તે કોઈ કોઈ વખત આવતા. દેવકરણજી અને અમે સાથે હતા. દેવકરણજીને એવા મહારાજને નમવાનું ઠીક નહીં લાગેલું; પણ અમે સરળભાવે નમસ્કાર કર્યા હતા અને તેમણે આશીર્વાદ આપ્યો હતો કે તને જ્ઞાન થશે.
છે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org