________________
ઉપદેશસંગ્રહ-૨
૨૬૧ પછી બઘા જતા રહ્યા, પણ પેલો મહોરવાળો શિષ્ય બેસી રહ્યો. તેણે કહ્યું, “મહારાજ, આજ તો પરિગ્રહ ઉપર હદ કરી !” એટલે મહારાજ સમજી ગયા; અને હસીને કહ્યું “તારાં જ કામ લાગે છે ! બહુ સારું કર્યું.”
તા. ૨૨-૯-૨૨ “ગુરુ દીવો, ગુરુ દેવતા, (ગુરુ) રવિશશી કિરણ હજાર;
જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર.” જ્ઞાનદીપક થતાં અંઘકાર ક્યાં ઊભો રહે? જેના વડે જોઈ શકાય તે દેવતા– સ્વર્ગીય કહો તો પણ દેવ છે; અને જેમાં તદ્રુપ કરવાનો ગુણ છે તે દેવતા, અગ્નિ ગણીએ તોપણ બરાબર છે. લીલાંસૂકાં ગમે તેવાં લાકડાં, લોઢું વગેરેને પોતાના જેવા અગ્નિ કરી દે છે, તેમ ગુરુ પણ આત્મામય બનાવે છે, મોક્ષ અપાવે છે. સમકિત પ્રગટ્યા પછી મોક્ષે ન જવું હોય તોપણ તે લઈ જ જાય છે. રવિનાં અનંત કિરણોથી અંઘકારનો નાશ થાય છે, તેમ સદ્ગુરુની અનંત શક્તિથી સર્વ દોષ દૂર થાય છે. જેના પ્રકાશ વડે આંખો દેખી શકે છે તેવા સૂર્ય સમાન પ્રભાવશાળી સદ્ગુરુ છે; વળી સંસારતાપમાં શીતળતા આપનાર શશી સમાન પણ સદ્ગુરુ છે. વાત ઘણી ઝીણી છે–કેમ સમજાય છે ને? પણ આત્માને હિતકારી છે.
તા. ૨૨-૯-૨૨ એક વખત ખંભાત અંબાલાલભાઈની ખડકીને મેડે કૃપાળુદેવને મેં કહ્યું “મેં બે સ્ત્રીઓ, બે છોકરાં, સાહ્યબી વગેરે તર્યું તો હું ત્યાગી નહીં? હવે, મારે શું ત્યાગવાનું રહ્યું છે?” પછી કૃપાળુદેવે તો મને લેવા માંડ્યો, “મુનિ, બે છોકરાં છોડી કેટલા બધા શ્રાવકો અને સંઘાડામાં જીવ પરોવ્યો છે ! પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બઘી બાઈઓ પર નજર નાખો છો? એમાં તમે શું ત્યાગું? એક ગયું ને બીજુ આવ્યું !” ત્યાં તો મને થયું : “હાય ! હાય ! આવું? ખરે ! હું મુનિ નહીં. મારી પાછળ તો બહુ લપ વળગી છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું, “હવે તમે મુનિ. મનમાંથી મેં છોડ્યું છે, મેં ત્યાખ્યું છે એવો અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ.”
તા.૩૧-૫-૨૩ માનવદેહ દુર્લભ છે. તેમાં પુરુષનો યોગ બહુ દુર્લભ છે અને તે પ્રાપ્ત થયે પણ આયુષ્યની જોગવાઈ મળવી એ પણ દુર્લભ છે. શ્રી દેવકરણજી અને શ્રી જૂઠાભાઈ, એમને સપુરુષનો યોગ મળ્યો પણ આયુષ્યની ખોટ આવી.
એક શેઠને ઘણી દુકાનો હોય તેમાં કોઈમાં ખોટ હોય તો કોઈમાં નફો, એવા દ્રષ્ટાંતવાળા એક પુસ્તકમાં ઘર્મના જુદા જુદા ચાર ભાગ પાડ્યા છે, પછી તેના દશ ભાગ પાડ્યા છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org