________________
૨૬૦
ઉપદેશામૃત પ્રભુશ્રી–બરાબર છે ભાઈનું કહેવું. તમે કહેશો? ૨. મુમુક્ષુ–સપુરુષ કરેલી સેવા વિસરતા નથી અને કોઈનું કહ્યું સાંભળતા નથી. પ્રભુશ્રી–દુર્જનનો ભંભેર્યો એ તમારા વિચારમાં શું આવે છે?
૩. મુમુક્ષુ–કામ, ક્રોધ, માન વગેરે દુર્જન, તેથી આત્મા ઘેરાયો છે; પણ સત્પષની ચાકરી કરી હોય તો રખડવાનું રહે નહીં.
પ્રભુશ્રી–બઘાનું કહેવું કાંઈ ખોટું નથી.–સર્વ નય સાચા છે. આપણે તો સવળું લેવું છે, પછી શું?
આ કાયા એ જ દુર્જન છે. કેટલાય ભવ થઈ ગયા પણ આત્માને ઓળખાણ થયું નહીં. દેહના ઘર્મ તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને હોય છે, પણ અંતરની ચર્યાથી જ જ્ઞાની ઓળખાય છે, બાકી બહારથી કશો ફેર ન હોય. શરીર સારું હોય ત્યારે તો કંઈ નહીં, પણ મરણ વખતની વ્યાધિ અને પીડા વખતે જ્ઞાની અને અજ્ઞાનીની પરીક્ષા થાય છે. જીવ ઘણાં વલખાં મારે છે; આવો રૂડો પાંચ ઇન્દ્રિયોવાળો દેહ છોડી તેને જવું પાલવતું નથી. “મારું મારું' કરી જેમાં જેમાં રાચી રહ્યો હોય છે તે બધું તે વખતે આડે આવે છે, અને જ્ઞાનીને તો કંઈ તેમાં સાર જણાયો જ નથી હોતો, તેથી તેને તજતાં શી વાર? કૃપાળુદેવને સૂકો રોગ હતો. તે તો બઘા સમજો છો. કેટલાકને મરણ વખતે ઝાડો થઈ જાય છે, કેટલાકની આંખો ફાટી જાય છે; કેટલાકનો શ્વાસ રૂંઘાય છે; કોઈને સન્નિપાત થાય છે, પણ તે બઘી બાહ્ય ચેષ્ટાઓ છે. શ્વાસ ચાલે ત્યારે કેમ થાય છે તે અમને અનુભવ છે. તે વખતે તો બીજું કંઈ સૂઝે નહીં. પણ જ્ઞાનીને ત્યાં સમતા હોય છે. કૃપાળુદેવે તેમના ભાઈને કહ્યું, “મનસુખ, માતપિતાની સેવા કરજે. હવે હું સમાધિ લઉં છું' કહી પાસું ફેરવ્યું. આવા મરણના પ્રસંગે, પહેલેથી સમતા સાચવી હોય તે જ તે વખતે સ્થિર રહી શકે. જરા પણ માયા રાખી હોય તો તેની અસર કેવી થાય?
એક મહારાજ કથા કરતા તે સાંભળી બઘા દિંગ થઈ જતા. સત્ય સંબંધી બોલવાનું આવે તો અસત્યની ધૂળ કાઢી નાખે. બ્રહ્મચર્ય સંબંધી બોલે તો બેઘડક ગર્જી ઊઠે. અહિંસામાં પણ એવી સૂક્ષ્મતા અને દયાભાવ દર્શાવી શકે કે બઘા વ્યાખ્યાન થઈ રહ્યા પછી કહે, “ઘન્ય ! મહારાજ, આજે તો ખૂબ કરી !” પણ પરિગ્રહ સંબંઘી બોલતાં મોળા પડી જતા. તે ઉપરથી એક શિષ્ય વિચાર્યું કે “આમ કેમ થાય છે? લાવને, તેમની ગાદી કે ગંડળિયો (ઝોયણી) જોઉં.' તેથી જ્યારે તે ઝાડે ફરવા બહાર ગયા ત્યારે તેમનો ગંડળિયો ખીંટીથી ઉતારી અંદર તપાસી જોયું પણ કંઈ જડ્યું નહીં. પછી ઓશીકાં તપાસ્યાં તો એક સોના મહોર ચીંથરે બાંધીને સંતાડેલી દીઠી. તેથી તેને ખાતરી થઈ કે આ વસ્તુ જ તેમને પરિગ્રહ સંબંધી બોલવા નથી દેતી. તેથી તે કાઢી લઈને ઓશીકું બાંધી દીધું અને જતો રહ્યો. પછી મહારાજ આવીને બેઠા તો ઓશીકું કોઈએ બાંધ્યું હોય તેવું જણાયું, તેથી છોડી જોયું તો મહોર ન દીઠી. પણ જ્ઞાની એટલે સમજી ગયા કે ઠીક થયું, બલા ગઈ! –ત્યાં ને ત્યાં જીવ રહેતો હતો; તે હવે લપ મટી. બીજે દિવસે પરિગ્રહ ઉપર બોલતાં જરા પણ આંચકો આવ્યો નહીં, અને બધાંને ઘણો આનંદ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org