________________
ઉપદેશસંગ્રહ-૨
૨૫૯ પણ આ તો અક્કડ ઊભા રહેવું છે ! સંસાર ભોગવવો છે અને મોક્ષ મેળવવો છે, તે તો ત્રિકાળ નહીં બને. માર્ગ એક જ છે. જ્યારે ત્યારે તે જ માર્ગ મોક્ષ મળશે. “મારું મારું' કરતાં તો મરી જવાનું છે. જોતાં ઝેર છે, માથે મરણ છે, પગ મૂકતાં પાપ છે; પણ દીનબંધુની મહેરનજરથી સ સવળાં વાનાં છે. સદા “ઊણો, ઊણો ને ઊણો' એવી ભાવના રાખવી. અહંકાર તો મારી નાખે એવો છે.
અમે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી, પણ વિકલ્પ ઊઠે કે “હજી કેમ કંઈ જણાતું નથી? આત્મા હોય તો કંઈક દેખાય ને ?' પણ અરૂપી આત્મા દેખાય? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્રનો જાપ ખૂબ કર્યો પણ તમે કહો છો તેવું કેમ કંઈ જણાતું નથી ? “કંઈ નહીં, હજી જારી રાખો.” એવો જવાબ મળ્યો. આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જણાય છે પણ વિશ્વાસ અને વૃઢતાથી ગુરુઆજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા પણ ન રાખવી. યોગમાં તો માત્ર શ્વાસ સૂક્ષ્મ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે જ મારે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે.
મુમુક્ષુ–અહીં બેઠાં છે તેમનું તો કલ્યાણ થશે ને?
પ્રભુશ્રી–ગોશાળા જેવાને, વિષમભાવ ઘારીને આવેલાને જ્ઞાની પુરુષની પ્રતીતિ થતાં મોક્ષ મળ્યો તો (બઘા તરફ આંગળી કરીને) આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? પણ આવું જાણવું એ આત્મહિત નથી; અહંકાર આવી જાય.
સુખદુઃખ તો જ્ઞાની, અજ્ઞાની બન્નેને કર્મવશાત્ ભોગવવાં પડે; પણ દ્રષ્ટિ જ બદલવાની જરૂર છે. સર્વ સવળું કરી લેવું. “આપ સ્વભાવમાં રે ! અબઘુ સદા મગનમેં રહેના.” શાંતિપૂર્વક નિશ્ચિતપણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'ના જાપમાં કાળ વ્યતીત કરવો. તેથી નિર્જરા થાય.
*
*
તા. ૯-૨૨, પર્યુષણ પર્વ. ત્યાગ, ત્યાગ અને ત્યાગ. “શ્રદ્ધા, સતુશ્રદ્ધા, શાશ્વતશ્રદ્ધા.” “સદ્ધ પરમ સુન્ઝહી' એ મહાવીર સ્વામીનું પરમ વિચારણીય વાક્ય છે. આવતા પર્યુષણ સુધી વિચારવું.
તા. ૨૧-૯-૨૨ “દુર્જનનો ભંભેર્યો મારો નાથ છે;
ઓળવશે નહીં ક્યારે કીથી ચાકરી રે લોલ.” [સ્તવનમાં ગવાયું પ્રભુશ્રી–એનો શો પરમાર્થ હશે?
૧. મુમુક્ષુબરીઝયો સાહેબ સંગ ન પરિહરે રે !' એક વાર કૃપા થઈ હોય તો પછી કોઈ દોષ થઈ જાય પણ કરેલી ચાકરી ભૂલી જાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org