________________
૨૫૮ ઉપદેશામૃત
તા. ૬-૯-૨૨ આ અવસર ચૂકવા જેવો નથી. પરમ દુર્લભ માનવ દેહ અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહા પુણ્યના ભોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્યભવ એ (ભક્તિ) ખાતે જ ગાળવો. जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ।
(આચારાંગ ૪, ૧૨૩) એ વાક્ય કેટલું બધું કિંમતી છે ! તેમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાયો છે, તે કહી શકાય તેમ નથી. તેનો અર્થ કર્યો એટલે આવડી ગયું એમ માને છે; પણ તે મિથ્યા છે. તે નહીં, અનુભવવું એ જ ખરું છે. સૌ સૌના ક્ષયોપશમ પ્રમાણે સમજે; પણ જેની ઇંદ્રિયો વિષયવ્યાપાર તજી એક જ આત્મા તરફ વળી છે તેને તેમાં પરમ અદ્ભત રહસ્ય-ચમત્કારી વાતો જણાય છે.
આપ સ્વભાવમેં રે ! અબધુ સદા મગનમેં રહેના.” [ભક્તિમાં ગાયેલું પદ]. અબઘુ' એ આત્મા. હીરા, માણેક, મોતી, પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે; પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી,
“નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આત્માનું લક્ષણ—જાણવું, દેખવું ને સ્થિર થવું તે–નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું'; બીજું તો જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિ પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી–નહીં લેવા કે દેવા ! જે જે ઉદય દેખાય છે તે જવાને વાસ્ત–આવ્યું કે ચાલ્યું. વજતાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને-મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો; પણ તે મારો ધર્મ નથી. મારો ઘર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે.
| પ્રિભુશ્રીને તે અરસામાં ચક્કર, મૂર્છા આવતાં] જાગૃત, જાગૃત, ને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય ? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જવો જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. સંજોગ, સંજોગ અને સંજોગ ! તે સિવાય આપણી આજુબાજુ શું છે ? પહેરેલાં કપડા, માણસો, સુખદુઃખ, વગેરે સંયોગવશાત્ પ્રાપ્ત થયાં અને તેનો નાશ થતો કે તે દૂર થતાં જણાય છે. કોણ કોની સાથે અંતે આવે છે? સર્વથી ઉદાસપણે વ્યવહાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org