________________
ઉપદેશસંગ્રહ-૨ ✩
તા. ૨૬-૬-૧૯૨૨
ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.
આ ડોસા સંદેશરથી રોજ આવી શકે છે, તો પાસે રહેનારે આ અમૂલ્ય લાભ આટલા જીવનમાં જેટલો લઈ લેવાય તેટલો ફાકોમૂઠી લઈ લેવો. હાથ જોડીને કહું છું કે આ એકાંતે નથી. સ્યાદ્વાદ વાણીને કોણ સમજશે ? સમજાય ન સમજાય તો પણ હિતકારી છે. આ અમૂલ્ય અવસરે તમ સર્વેના કર્મનાં દળિયાં સત્પુરુષની કૃપાથી ખંખેરાય છે.
જીવે દોડ કરતાં અટકવું અને પાછા વળીને જે જે પ્રારબ્ધ આવી બન્યું હોય તેથી કંટાળ્યા વિના સંજોગોમાંથી સાર ગ્રહવો. એક ગંધાતું કૂતરું રાજમાર્ગ પાસે પડેલું તેની દુર્ગંધથી બધી સેના કંટાળી ગઈ, પણ શ્રીકૃષ્ણે તો હાથી પરથી ઊતરી તપાસીને જોયું. તેના દાંત અને નખ કેવા સાબૂત છે ! એમ કહી ગુણ ગ્રહ્યો. આ તો લૌકિક વાત છે; પણ પરમાર્થે આ દેહ તેવો જ ગંધાતો છે. તેમાં નિત્ય કાયમ રહેનાર તત્ત્વ તો આત્મા છે તેના ગુણ ગ્રહવા યોગ્ય છે; તેને પિછાનવો. સત્પુરુષનું શરણ સ્વીકારી અહંકાર તજતા જવો અને કાર્ય કર્યે જતાં ‘સહજાત્મસ્વરૂપ'નો જાપ જપ્યા કરવો. એ રીતે આસ્રવનો સંવર થઈ જશે. મહાત્મા પુરુષના બાહ્ય દેખાવ ચેષ્ટા તરફ લક્ષ ન આપતાં તેમના આત્માની ચેષ્ટા તરફ લક્ષ આપવો. જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોમાં ભેદ વાસનાક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયું જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દૃષ્ટિ ભૂલી ન જવી. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; પણ તેમાં દૃઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આત્મહિત સઘાયું છે, સઘાય છે અને સધાશે. એવી દૃઢ માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતાં મૂળ જે નિમિત્ત દ્વારા આત્મહિત ત્વરાથી થતું હોય તે અને જે જીવન સદ્ગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફાં મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે.
⭑
⭑ ⭑
17
૨૫૭
તા. ૨૩-૭-૨૨
બહુ દોડ કરવામાં ધર્મ નથી તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી; માર્ગ મધ્યસ્થતાનો છે.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org