________________
ઉપદેશામૃત
પ્રભુશ્રી—વાત તો એ જ કરવી છે. બીજે પગલું દેવાની જરૂર કયાં છે ? બીજે પગ મૂકવાની જરૂર શી છે ? બીજે દૃષ્ટિ મૂકવાની શી જરૂર છે ? જે છે તે છે. જાણ્યો છે આત્મા તે જ ભેદ પડ્યો છે. આ બીજું બધું જોવાય તેમાં ભેદ પડ્યો. આ દૃષ્ટિ નહીં. દૃષ્ટિ ફેરવવી પડે તેની ખબર નથી. એટલું આવી જાય તો એનું બળ કેટલું વધી પડે ? તો બાકી નહીં. અને આમ કર્યું તો નફો મળે ફરી ગયું! બધું હતું તે ફરી ગયું ! સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સકિત શાનું ? આમ બંધાતું હોય તો ફર્યું ન કહેવાય. અને સમિકતીને ભેદ પડ્યો છે તે અન્ય ભાવમાં ન ભળે એવું પ્રગટ જોઈએ છીએ, એમ સમજાય છે, એ જ કર્તવ્ય છે. જ્ઞાની છે. લેવા જવા નથી. એ જ જણાવશે. આટલા બધા તમે બેઠા છો અને જગતમાં બીજા ઘણા બેઠા છે – કેવા કેવા પૈસાવાળા, હોશિયાર; પણ કંઈ ને કંઈ મગન હોય છે ! એને કંઈ લેશ ખબર છે ? અને તમને આ વાત ! કામ થશે. એક જરા દૃષ્ટિ નાખેલી છે તેથી તેમને લાભ થાય. કંઈક વાત કરી, ભાગીઓ કર્યો એટલે રિદ્ધિ આવ્યા જ કરે. વસ્તુ તો એ જ છે; એ જ કરવું છે; એ જ રમવું છે; એ જ કરાવવું છે. “એ સુણ્યે અને એ ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે–'' બીજું શું કહેવું? વાતે વડાં કરવાં નથી. નાનો મોટો કોઈ નથી. જવા દો. એ બધા મરવાના અહંકાર છે ! એ બધું ઝેર છે. મરી જવાના !
૨૫૬
“ધરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેસ૨;
ઘર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર.’’
આટલા જ અક્ષરમાં સમજો. પછી કર્મ ન બાંધે. વાત તમોને કરી કે ફલાણી વસ્તુ; ભાળો તો તરત જ ખબર પડે. સોનું તે સોનું જ છે. શુદ્ધ સ્વરૂપ! એ જ સમજવાનું છે, અને એ જ કર્તવ્ય છે. કરવું એ જ છે. બીજું હવે નથી. માયાથી રાચવું નહીં, રાજી થવું નહીં અને માનવું ય નહીં. દહાડા જાય છે પણ એનાથી જે દી તે દી થશે. એ વગર કંઈ કરવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org