________________
ઉપદેશસંગ્રહ-૧
૨૫૫ જાણે. એની ખામી કેટલી કહેવાય? તો યોગ્યતાની યોગ્યતા આવી તો સમજાશે. સ્યાદ્વાદ માર્ગ છે. વચન આત્મા, કાયા આત્મા, મન આત્મા એમ કહીએ અને ન ય કહીએ. એકને સમજાય અને એકને ના સમજાય, તે યોગ્યતાની ખામી છે. કોઈ સમજે, કોઈ ન સમજે તેનું કારણ એ છે. જેને છે એને છે, બીજાને નથી. ઘણા, આત્મા છે અને નથી માનતા, આ દેહને લઈને આત્મા છે એમ કહે છે, જેમ ખુશીમાં આવે એમ બોલે છે.
[ચર્ચા ચાલી] વાત બહુ રૂડી કીધી, જરાય વિચાર્યું નથી. શું આપે કહ્યું તે જરા જાણવું છે.
મુમુક્ષુ–આત્માનું કર્તાપદ ત્રણ પ્રકારે : “પરમાર્થથી સ્વભાવ-પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંઘ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.” હવે એ નિજસ્વરૂપનો આત્મા કર્તા થયો તો પરસ્વરૂપનો કર્તા નથી તેથી પૂર્વે બાંધેલું નિર્જરી જાય છે. હવે બીજી ઇચ્છા શી ? પણ એમ જ બન્યું જાય.
પ્રભુશ્રી–જેમ ઝાડને પહેલાં પાણી પાય છે ત્યારે ફળ મળે. આટલું તો પહેલું કરવું પડશે. વાત પરમાર્થ કીધો તે છે; વાત તેથી ચાલી છે. શરૂઆતમાં એ ન હોય તો કંઈ નથી. જડને કંઈ કહેવાશે? ચેતનને કહેવાશે. કોણ છે? આત્મા છે. આમાં ફેર ન રહે. એનું ભાન અને ઓળખાણ નથી એટલી ભૂલ છે. મુમુક્ષુ- “ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” પ્રભુશ્રી–આટલું જ છે એવું જાણવું જોઈશે. એટલે આવ્યો જોઈશે. આવ્યા વગર શી રીતે જોવાય ? આટલા ઉપર બેઠા હતા તેનાથી જોવાયું, હેઠળવાળાને શી રીતે દેખાય?
મુમુક્ષુ–ઉપર આવવું તો છે, પણ છાતી ઉપર પડેલું ખસતું નથી.
પ્રભુશ્રી–જે દી તે દી ખસેડ્યા વગર છૂટકો છે ? એ મળવું જોઈએ. જો એ ખસેડનાર મળ્યો હોય તો દીવો; વાર નહીં. એ કંઈક ખામી છે. એથી આ અટક્યું છે. એ મેળવે ત્યારે થશે, નહીં તો કોઈ ઉપાય નથી. એનો ઉપાય શો ?
મુમુક્ષુ–સત્સંગ અને સપુરુષનો યોગ વારંવાર કરવો એટલે સપુરુષાર્થ કરવો.
પ્રભુશ્રી–આ વાત એક નય અપેક્ષાએ હા કહેવી પડશે. પણ જીવે અનંતી વાર આ બધું કર્યું, પણ કંઈક બાકી રહ્યું છે. એટલે તમારી વાત નીકળી ગઈ–બરાબર ખામી છે. એ તો વાત પ્રત્યક્ષની સાંભળેલી, અનુભવમાં આવેલી કહેવાય છે. આ બેઠેલા છે તેમણે ઓરા આવવાની જરૂર છે. મરણિયો થવું પડશે. એક મરણિયો સોને ભારે. “માથું વાઢે તે માલ કાઢે.'
મુમુક્ષુ-“સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે.” એટલે સમીપ તો આવવું જ પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org