________________
૨૫૪
ઉપદેશામૃત
‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’'
સમજ્યું છૂટકો છે. પહેલું શ્રવણ કરાશે; પછી કરવાનું છે. સૌ જાણે ત્યારે માલ લે છે ને ? વગર જાણ્યે ઘબધબ કોઈ લે છે ? આ વાત તો પોતાને ‘અસંગ, અપ્રતિબંધ' શ્રવણ કર્યે થશે. પહેલાં ‘એકડે એક' એમ ભણે છે. ભણ્યા વગર કહે કે વાંચ, શું વાંચે ? જીવને તેમ અવશ્ય જાણવાનું છે. આ મારો દીકરો, બાપ, બાયડી, દેહ. એ કોણ કરે છે ? ભાવ કરે છે : આ મારું, મારું ઘર, એ બધું. બંધ અને મોક્ષ એ બે વાત છે. વાત પહેલી બંઘ.
‘સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?''
વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે ! તાલપુટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે ! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને, શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય. આપણા બાપદાદા કરતા આવ્યા છે તે કંઈ મૂકીએ ? તો કે તેમાં ધૂળ પડી ! કરવાનું છે તે કર્યું નથી. પુરુષ, સ્ત્રી એ કોણ છે ? આત્મા છે. આત્મા પુરુષ, સ્ત્રી, ઢોર નથી; એ બધાં વળગણ છે, એ તો મૂકવાનાં છે. માત્ર એક આત્મા જ છે. આ ઠપકો નથી, પણ શિખામણ છે. વીસ દોહા અને ક્ષમાપનાનો પાઠ કરવા જેવા છે.
Jain Education International
પત્રાંક ૧૮૭ નું વાંચન :–
“છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા) થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે...''
તા.૨૮-૧-૩૬, સવારના
વાત વસ્તુતઃ એક સત્ છે અને એક પર છે. પરને બાદ કરતાં સત્ન લીધું એટલે કંઈ બાકી રહ્યું નથી. જાણ્યું તો ખરું પણ અહીં કહેવું શું છે ? ‘એક દેશ સમજાયા વિના રહ્યો નથી’ શું કહ્યું ? એણે તો મૂક્યું છે. શું મૂક્યું? તો પર. પોતાનું મૂક્યું નથી અને મુકાય પણ નહીં. એણે કહ્યું છે અસંગ, ત્યાં હવે સંગવાળો કેમ કહેવાય ? કોઈ પ્રકારે કહેવાય તરતમતાએ. પ્રજ્ઞામાં કચાશ છે એટલે બધું ન સમજાય. પણ મૂળ વાત તો એમ છે કે જાણનાર છે તે જાણે છે. તેનો જાણનાર છે. આત્માને જાણનાર જ્ઞાન છે. જાણે છે તે જાણે છે. પણ જડ નહીં જાણે—સૂઝે એમ કરો, કૂંચીઓ મેળવો, બોલાવો, જંતર મૂકો પણ એ જાણે નહીં અને જુએ ય નહીં. ભેદનો ભેદ શું એ જાણવું છે અને તેને તે જ જાણે છે. જેને જાણવું છે તેન જાણે છે એવું છે કંઈ ? સિદ્ધમાં કહો, બીજી ચોરાશી લાખ જીવયોનિમાં કહો પણ તે જાણનાર તો છે જ. તે જાણે, બીજો કોઈ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org