________________
ઉપદેશસંગ્રહ-૧
૨૫૩ તે ન હોય તોય શું? માત્ર એક મનુષ્યભવ મળ્યો એટલે એને સત્સમાગમમાં વાપરવો છે. જો સત્સંગની પકડ થઈ ગઈ તો દેવની ગતિ થઈ જાય. એવી કોઈ વાત છે? જેણે જાણ્યો આત્મા તે કરી શકે. કોને આત્માની ખબર છે? “જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.”
“જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું;
તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું ?' બધુંય એના હાથમાં છે; એ કરે તે થાય. આસ્રવમાં સંવર અને સંવરમાં આસ્રવ કરે. બાંધે એને બાંધે અને છોડે એને છોડે. જેણે જાણ્યો આત્મા, તેને પછી પંચાત શાની? સર્વ મૂકવું છે. આ મારું રહેલું છે એમ ક્યાં છે? પ્રમાદે આળસે બધું ખોયું છે. આત્માની સંભાળ કોણે લીધી છે? તેની ગણતરી નથી ત્યારે માથું ફોડ ! જવા દે, દીકરો થઈને ખવાય. “મારા બાપની બૈરી, પાણી પા' એમ કહે તો ન પાય; પણ “માજી, પાણી પાઓ” એમ કહે તો પાય. માટે આ જીવને ચેતવા જેવું છે. વાત અમૂલ્ય ચમત્કારી છે ! અર્થ સાંભળ્યા નથી. સત્સંગ તો અમૃત છે! જેનાં ભાગ્ય હશે તે સમજશે. શું કરવું તેની ય ખબર નથી. શું કરવું? કહો.
૧. મુમુક્ષુ–સુગુરુની તબ્બયનસેવા કામવમવંડ પ્રભુશ્રી તુંબડીમાં કાંકરા ! મોઢે બોલી ગયા એટલું; અર્થની ખબર નથી. એની કાળજી ક્યાં છે? હૈયાં-છોકરાંની કાળજી? એની કાળજી નથી લીધી. છોકરું માંદું હોય તો ડૉક્ટર પાસે દોડે, પાંચ-પચાસ રૂપિયા ખર્ચ પણ આત્મા વિષે નથી કર્યું. “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું?” જેવા ભાવ તેવા પ્રભુ ફળે. જેવો ભાવ કરે તેવું ફળ મળે. ભાવ બાહ્ય એટલે શું મળે? ચેત, સમજ્યો ત્યાંથી સવાર. કરી લે. આવો અવસર ક્યાંથી આવશે? કંઈક કરી લેવું. કરે એના બાપનું. થોડામાં ઘણું : સત્સંગ કરવો. એ ભૂલવો નહીં. એમાં લાભ છે. થોડો કર્યો હશે, તોપણ એનું ફળ મળશે. સાર લેવો. હિત હોય તે કરવું. મનુષ્યભવમાં લક્ષ લેવો. મનુષ્ય ભવ પામી સત્સંગ, જેથી આત્માનું હિત થતું હોય તેવો કરવો. જીવને ખબર નથી. કામ થઈ જાય તેવું છે. આ જેવી તેવી વાતો નથી. મનુષ્યભવ હોય તો સાંભળે, કાગડા-કૂતરા સાંભળે? બીજા ભવ હોય તો સાંભળે ? એક ફક્ત ગફલત અને પ્રમાદે ભૂંડું કર્યું. બીજું કરે છે પણ ઘર્મને માટે નહીં કરે. તેમાં પ્રમાદ આળસ થાય છે.
૨. મુમુક્ષુ–જીવ વહેલો મોક્ષે શી રીતે જાય? પ્રભુશ્રી–પ્રશ્ન જબરો છે! માહિત થવાનું છે. વહેલો મોક્ષ કેમ થાય ?
૩. મુમુક્ષુ–અમેરિકા જવા માટે વિમાનમાં બેસે તો ઝટ જાય. તેવી રીતે સપુરુષાર્થરૂપ વિમાનમાં બેસે અને ગુરુ અનુકૂળ થાય તો જલદી પહોંચે.
પ્રભુશ્રી–પ્રથમ સંસાર મૂકે તો રસ્તો વહેલો આવી જાય. પહેલા માહિત થવું. ગાડીમાં બેસીને જવાશે, વિમાનમાં બેસીને જવાશે, એ બઘી વાતો કરીએ છીએ. એ એવું નથી. આ મોક્ષ કેવો છે તે ખબર છે? વાતે વડાં ન થાય.
૧. સદ્ગુરુનો યોગ, તેમનાં વચન અને સેવા ભવપર્યત અખંડ મને હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org