________________
૨૫૨
ઉપદેશામૃત
પચાસ કમાવાના હોય તો દોડીને જાય; પણ કાલ સવારે મરી જવું છે. ફરી ફરી આવો દાવ ક્યાં આવે ? માટે લાવ કરી લઉં એવો હજી વિચાર નથી આવ્યો. બધું ય મળ્યું છે તે કોઈ રહેવાનું નથી, જવાનું છે. જે કરવાનું છે એ ખબર નથી. અને એની કાળજી નથી; કાળજી બીજાની છે. આ તો જાણે એ કરીને બેઠો છે ! કરવાનું રહી જાય છે અને ન કરવાનું આગળ કરે છે. વેપારવણજ, છોકરાં પરણાવવાં વગેરે કરે છે. અને દોડાદોડ કરી માથું કૂટે છે ! પાણી વલોવ્યે માખણ નીકળે નહીં. મહા દુઃખ છે ! કોને કહેવું ? વાત કંઈ કહી જાય તેમ નથી. કોને કહીએ ? કોઈ આત્માર્થી હોય તો વાત થાય. આ સંબંધે જ કાળજી રાખવાની છે. રાતદિવસ જાય છે; પણ બધું અલેખામાં ! કંઈ ગણતરીમાં નથી. સત્સમાગમ થયો હોત તો ગણતરી થાત. પાંચ-પંદર મિનિટ સત્સમાગમ થાય તો ભાગ્ય ! અને કહે કે વખાણ સાંભળી આવ્યો; પણ ફૂટ માથું. કહેવાનું બીજું છે; સમજાયું નથી. અંતરમાં વિચાર કરી પકડ કરવાની છે. જો ખોટી થાય, તો થાય. આ શિખામણ છે. આટલું તો પકડ. એક હજાર રૂપિયા મેળવે પણ પાપ કરી નરક તિર્યંચગતિમાં જાય. પણ આથી તો દેવગતિ થાય; બીજી નહીં. અહીંથી છૂટ્યા એટલી વાર ! રમવાનું છે એ ન ૨મવું? કરવાનું છે એ ન કરવું? હું કરીશ એમ કહે; પણ એ તો તારી મોકાણ ! અવસ૨ ગયો એટલે થઈ રહ્યું ! મઘાનાં પાણી વરસે છે, વાસણ હતાં તેણે ભરી લીધાં. તે જ પીવે. મઘાનાં પાણી મીઠાં, રોગ ન થાય, સારું થાય; તેમ જીવે કર્યું નથી; તે કર્તવ્ય છે. આ આને માટે, આને માટે એમ નથી; આત્માને જ માટે છે. ‘ચેત ભરત, ચેત !'' એમ કહેતા હતા, તેમ ચેતવાનું છે. એક ફક્ત ભાવ. અહીં પાંચ મિનિટ બેઠા તેમાં પૈસોટકો આપ્યો કે લો, લઈ જાવ આટલા ? માત્ર કોઈ એક વાત આત્માના હિતની ગ્રહણ થઈ ગઈ તો તેનું કામ થાય. આ વાત સારી થઈ ગઈ છે.
“આપણે ફલાણું કરવું છે હોં,” આમ આ જીવે હજારો બીજાં કામ કર્યાં છે; પણ આ (સત્સંગ) કરશે તો દેવની ગતિ થશે. નહીં તો પછી ધૂળ ફાક, ધુમાડાના બાચકા ભર ! આ તો તારું કામ થશે; અવતાર સફળ થશે. ‘મનખા દેહનું ટાણું રે ફરી ફરી નહીં મળે.' માટે ચેત. જે મારે એની તરવાર; કરે એના બાપનું. જો તારા ભાવ ! તને આત્માની દયા આવતી હોય તો કરી લે. ફરી ફરી અવસર નહીં મળે. સમજ્યા ? સમજવા જેવું છે. સહુ વાત કરે છે : “હદ વાત કહી !’’ પણ ‘તુંબડીમાં કાંકરા.’ આ વાત કીધી તે કોનાથી સમજાય ? વાત ચમત્કારી છે ! આનો ખપી કોણ છે ? ‘અસંગ, નિર્મોહ’આ વાતો કદી સાંભળી નથી. મોઢે બડબડ બોલે પણ તેથી કંઈ કલ્યાણ થાય ? કલ્યાણ તો સમજ્યું, પકડચે, ભાવ્યે થાય છે. ભાવ
“ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન,’’
કંઈ આવું કોઈ ઠેકાણે છે ? કોઈને સો-પાંચસો રૂપિયા આપ્યું કોઈ આપશે ? આ કેવી વસ્તુ છે ? આટલા મનુષ્ય ભવનું ટાણું, લાગ ઘણો જબરો છે. ઘણા દિવસે આ વાત સાંભળી, તે ગાળ ભાંડી કંઈ ? વાત કીધી તો સાચી કીધી. પકડ થાય તો કામ કાઢી નાખે. અહીં પુણ્યશાળી જીવ આવે છે, લક્ષ રાખે છે, લક્ષ છોડતા પણ નથી. છોકરા છોકરી હોય તોય શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org