________________
ઉપદેશસંગ્રહ–૧
૨૫૧ મુમુક્ષુદાન, શીલ, તપ, ભાવ.”
પ્રભુશ્રી–પુરુષના સમાગમ થાય તે સવળું છે. જીવ મરણિયો થઈ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વ જાય. પુરુષાર્થ કરે તો તેને મળે જ. કંઈ પુરુષાર્થ કરવો જોઈએ.
તા.૨–૧-૩૬, સાંજના પોતાને સમજવું છે; કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. વાત બહુ ભારે કહી ! પછી ચિંતામણિ લાગે. અસારરૂપ સંસાર છે. તેમાં મનુષ્યભવ પામી સંસાર ડહોળી ડહોળી નરકે જાય છે ! ઘન મળે, પૈસાટકા મળે; પણ આત્મા મળવો એ ચિંતામણિ છે. પૈસાટકા મળે; પણ સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. પૈસો ટકો, બૈરાં છોકરાં, કોઈ સાથે જવાનું નથી. કોઈ કોઈનું નથી. છે શું? મારું ઘર? પણ તે ય રહેવાનું નથી. જે “મારું મારું કર્યું છે તે મૂકવું પડ્યું છે. સોય પણ હારે ન જાય, પૈસોટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. કરવાનું તો એક જ છે. મુખ્ય વાત છે : સૌની પાસે ભાવ છે. ભાવ તે સત્સંગ, સદ્ગોઘ–પાણી પીધે તરસ છીપે. ભૂખ્યો હોય તે ઘરાયો કહે; પણ કદી આત્મા ખાતો નથી, મરતો નથી, જન્મતો નથી. આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર છે. બીજું બધું કર્યું છે; આટલું નથી કર્યું. પૂરણ ભાગ્ય હોય તો થાય. પાણીમાં ડૂબતાં ડૂબકાં માર્યા જેવું છે. આ સંસારમાં જ બૂડ્યા છે. સંસારમાંથી કોઈ નીકળે નહીં. એક જેણે ભાવના કરી છે, શરણ ગ્રહણ કર્યું છે એ જહાજ મળે તો તે પાર નીકળે. બીજું કોણ નીકળે એવું છે? કોઈ નીકળશે?
(ઊઠીને જનાર સંબંઘી) મે'માન છે. ચેતી લો–બે ઘડી દહાડો છે. “વાની મારી કોયલ.” બેઠા છો એ ય બધા મેમાન. એ કંઈ જવાના અને એ ય કંઈ જશે. આ મારી મા-માસી કહેવાય છે, પણ આત્મા કોઈનો દીકરો-બાપ થયો છે? બધો મોહ છે; મમત્વ માયા છે, જૂઠું છે. તેને સાચું માની રાફડો ફૂટ્યો છે ! ટૂડહાં ફૂટ્ય દાણા ન નીકળે. પાણી વલોવે માખણ ન નીકળે. ખોટાને ખરું માન્યું છે. જે કરવાનું છે તે શું કરવાનું છે?
મુમુક્ષુ-“બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વલ્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” પ્રથમ સત્સંગ, શ્રવણ અને અવઘારણ કરી પરિણામ અને ભાવ કરવા જોઈએ.
પ્રભુશ્રીજો જીવ પુરુષાર્થ કરે તો બઘાનો પરોગ આવી જાય. કોઈ મોટા પુરુષની કહેલી શિખામણ છે : “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” ખાસ લખાણ કરી રાખી મૂકવા જેવું છે. એવું કરવું જોઈએ. કોઈ તારું થવાનું નથી. માટે જીવને કરવાનું એ છે કે સત્સંગ. એના જેવી કમાણી કોઈ નથી. બે ઘડી ખોટી થાય તો એ કંઈ ગણતરીમાં નહીં. આપણે સત્સંગમાં વાત સાંભળી એમ કહે પણ એની ખબર નથી, એની કિસ્મતની ખબર નથી. જીવે બરાબર વિચાર કરવાનો છે. બીજાં કામ કરવાનાં હોય અને રૂપિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org