________________
ઉપદેશસંગ્રહ-૨ ખેતર છે. આત્મા જેવાં કર્મ બાંધે તેવું ફળ મળે. પુરુષવેદ બાંધે તો પુરુષ થાય; સ્ત્રીવેદ બાંધે તો સ્ત્રી થાય.
કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. ટૂંકામાં, જેની તૃષ્ણા ઓછી, રાગદ્વેષ ઓછા તેને તેટલા ઓછા ભવ કરવા પડશે. અને તૃષ્ણાનો નાશ થતાં મોક્ષ મળશે.
તા. ૧૫-૬-૨૩ જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદ્ગુરુ; શુદ્ધ આત્મા બન્યા છે તે સદૈવ અને જ્ઞાન જેથી પરિણમે તેવાં બધાં સાધન–ભક્તિ, આજ્ઞાનું આરાધન વગેરે તે ઘર્મ.
૧. મુમુક્ષુ–કૃપાળુદેવ એટલે શું? અને તે મળ્યા છે એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? દરેક શું સમજીને અહીં આવે છે અથવા વળગી રહ્યા છે? અનાદિ કાળથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે; પણ હવે જેને વળગ્યા છીએ તે સાચા છે એ કેમ જાણ્યું?
૨. મુમુક્ષુ પૂછવાથી) મને આવડતું નથી. સત્પરુષની પરીક્ષા મને શી ? પ્રભુશ્રી–જે મતિમાં આવે તે કહેવું જોઈએ.
૨. મુમુક્ષુ–હું પહેલાં ભક્તિ કરતો, પણ કંઈ ચિત્ત ઠરતું નહીં. એવામાં શ્રીમદ્ રાજચંદ્ર સંબંઘી સાંભળ્યું અને તત્ત્વજ્ઞાન વાંચવા મળ્યું. એ પછી આપને એમનો સમાગમ છે એમ સાંભળ્યું અને કાવિઠા તથા સીમરડા આપનો સમાગમ થયો. ત્યારથી આ વચનો કંઈ અપૂર્વ છે એમ સમજાયું.
૩. મુમુક્ષુ–સપુરુષની મુખમુદ્રા, નયન અને વચનની દર્શન કરતાં જ છાપ પડે છે. ૪. મુમુક્ષુ–સપુરુષનાં વચન આત્મામાંથી નીકળતાં હોવાથી ચોટી જાય એવાં હોય છે.
“નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.” ૫. મુમુક્ષુ-જ્ઞાની પાસેથી જ્ઞાનની તું ઇચ્છા રાખે છે, પણ ભક્તિ નથી તો જ્ઞાન કેવી રીતે પરિણમશે? એવું વચનામૃતમાં છે તો જ્ઞાન કરતાં ભક્તિમાં જ રહેવું. - પ્રભુશ્રી–તે સાચું છે, જ્ઞાનીની ખાતરી થયા પછી ભક્તિ કર્તવ્ય છે, પણ જ્ઞાની ઓળખાય શાથી એ પ્રશ્ન છે. ૬. મુમુક્ષુતુલસીદાસે જ્ઞાનીનાં લક્ષણ કહ્યાં છે :
“તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ;
કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ.” વળી જ્ઞાની સ્વપરહિતના સાઘક હોય–તેમજ કૃપાળુદેવે પણ “આત્મજ્ઞાન સમદર્શિતા” વાળી ગાથામાં સરુનાં લક્ષણ કહ્યાં છે. તે પ્રમાણે જોવાથી જણાય.
૭. મુમુક્ષુ-લોહચુંબકની પેઠે આકર્ષણ થાય છે, સંદેસરી જવું હોય અને અહીં આવી જવાય. એક વખત બળદ ખોવાઈ ગયેલો તે ખોળવા જતાં નડિયાદ આપની પાસે અવાયું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org