________________
[૨૧] અંબાલાલભાઈને આપી કહ્યું કે મુનિ લલ્લુજી વગેરે મુનિઓએ મોકલજો. તેઓ લખે છે કે તમો અમદાવાદ ક્ષેત્રે ન ગયા તેથી કરી અમોને બહુ ખેદ થયો છે.....હે પ્રભુ ! અમને વિચારતાં એમ સમજાયું કે શ્રી અમદાવાદ ક્ષેત્રે આપણે નહીં જ જવું તેમ તો છે નહીં અને વળી સ્વપક્ષ-સાધુને ખેદ થાય છે. વળી ઘણો આગ્રહ ખેંચ રહે છે, તો આપણે સદ્ગુરુનું શરણ લઈ જવું કરીએ એવો વિચાર કરી તેનો આજ જવાબ શ્રી અમદાવાદ તથા ખંભાત લખ્યો છે.’’
આ પત્રનો ઉત્તર શ્રીમદ્ભુએ આપતાં જણાવ્યું છે :
વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દૃષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટાર્થ નથી....સમાગમ થયે જણાવશો કે ‘આગળના કરતાં સંયમમાં મોળપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, કે જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે; અને જો આપને તેમ ન જણાતું હોય તો પછી કોઈ જીવો વિષમભાવને આધીન થઈ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે....કદાપિ આપ એમ ધારતા હો કે જે લોકો અસંભાવ્ય વાત કહે છે તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તો તે એક હેતુ ઠીક છે...પણ એક વાર તો અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તેવે ક્ષેત્રે જવું થાય અને કોઈ લોકોને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગદૃષ્ટિવાનનાં વચનોની પ્રેરણાથી તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી.’’
ki
શ્રી લલ્લુજી સં. ૧૯૫૪ ના પોષ માસમાં લખે છે :—“શ્રી વસો ક્ષેત્ર મધ્યે મુનિશ્રી ભાણજી સ્વામીનો સમાગમ થયો તે અવિષમ ભાવથી—સમાધિએ—વાતચીત કરી. તેથી તેમણે પણ કહ્યું કે તમો સુખે આટલામાં ફરો અને અમે પણ હાલ શ્રી અમદાવાદ ક્ષેત્રે નહીં જઈએ, એમ કહી સમતાએ કષાયરહિત સમાગમ કરી, ઊઠી શ્રી ખેડા પધાર્યા છે.''
સં. ૧૯૫૫ ચૈત્ર સુદ પાંચમના પત્રમાં શ્રી લલ્લુજી શ્રીમદ્દ્ન લખે છે :~‘ચોમાસું મુનિ છગનજીનું ખંભાત થાય તેમ સમજાય છે, પણ મુનિ દેવકરણજી (કચ્છથી) આવે તો ફેરફાર કરવો હશે તો તે સવડ બને તેમ છે. કોઈ વિષમ બને તેમ નથી...આજ મુનિ ભાણજીરખનો પત્ર આવશે.’' પછી શ્રી લલ્લુજીએ ચોમાસું નડિયાદ કર્યું અને શ્રી દેવકરણજીએ વસોમાં કર્યું.
સં. ૧૯૫૫ ના ચોમાસા પછી શ્રી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથેનો સંબંધ તદ્દન છૂટો પડ્યો હોય અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રહ્યો હોય એમ ઉપરના પત્રોના ઉતારા ઉપરથી સ્પષ્ટ સમજાય છે. સંઘાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાનાં વગેરે માટે કોઈ પણ જાતની માગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં એ એમની ઉદારતાની અને નિઃસ્પૃહતાની છાપ બધા સાધુઓ ઉપર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તોમાં પણ શ્રીમદ્જીના ઉપદેશથી અને શ્રી લલ્લુજી આદિ મુનિઓની આજ્ઞાંકિત વૃત્તિથી જાણે કંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી તે છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org