________________
ઉપદેશસંગ્રહ-૧
૨૪૯ છૂટી મનુષ્યભવ આવ્યા કની? એથી તો સારું છે ને? એ પ્રત્યક્ષ દેખો. કૂતરા-બિલાડાને ઘર્મની જોગવાઈ નથી. અત્યારે મનુષ્યભવમાં જોગવાઈ છે, ત્યારે ડહાપણ કૂટે છે. થપ્પડ મારવાની છે. નાક કાપી નાખવાનું છે. લપડાક મારવાની છે. ભૂંડામાં ભૂંડો પ્રમાદ છે. આપણું શું છે? આ બધા મે'માન નહીં? કોઈની ઉપર દ્વેષ નથી. કોઈ અમરપટ્ટો લઈને આવ્યો છે? ચમત્કારી છે ! ભૂલ્યો ત્યાંથી ફેર ગણ.
આગળ કોઈક દેવું કર્યું હોય તો તમારે આપવું પડે કની? લેણું દેવું આપવું પડે છે; તેમ આ જીવને બધું સુખ, દુ:ખ—જેણે જેવું કર્યું તેને તેવું ફળ–મળે છે. બાઈ હોય તો બાઈને અને ભાઈ હોય તો ભાઈને ભોગવવું પડશે. હવે શું કરવું છે? તૈયાર થયું છે. કાગડા-કૂતરાને નથી કહેવું. આટલા સુધી આવ્યા છો. સાંભળવા બેઠા છો તો સાંભળો છો. વાતો કરે છે વેપારવણજની પણ તે બઘાં બંઘનો છે.
સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” જગતમાં બધી દોડાદોડ અને તોફાન છે. કંઈક મરી ગયા બિચારા ! માણેકજી શેઠ તમારા જેવા હતા પણ ગયા ને ? હવે ક્યાંથી લાવે ? આજે દાવ આવ્યો છે. છ ખંડના ભોક્તા ભરતને કહ્યું કે ભરત ચેત. ચેતાવ્યો ને ? આ તો જાણે કેટલા ય પૈસાવાળો છે. તેને કંઈ તમા ય નહીં. છેયાં છોકરાં, ખાવાપીવાનું હોય તો સુખીઓ ગણે; પણ તે તો ચાર દિવસનું ચાંદરણું ! એ તો જતું રહેશે. ખરું દુઃખ શાનું છે ? જન્મ-જરા-મરણનું. તે કોઈને નથી એમ છે? એ બાબતનો વિચાર કરવો કે આ બહુ દુઃખ છે. “ તુવો શું સંસારો' એમ કહ્યું છે તે ચમત્કારી છે ! ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. ઋષભદેવના પુત્રો જન્મ-જરા-મરણથી ત્રાસ પામી ગયા; કારભારીને રાજ્ય સોંપી ચાલ્યા ગયા. અને તે અઠ્ઠાણું જણ કેવળજ્ઞાન પામ્યા. કંઈ જડને કહેવાનું છે? ભરતને કહ્યું કે ચેત. એમ ચેતવાનું છે. આ વાત લક્ષમાં લેતો નથી. એટલે, કહેવાની મતલબ કે વાત લક્ષમાં લો.
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા. હું સર્વથા અસમર્થ છું વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ઘર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ વાત મુખે રાખજો.
આ વાત ગળી જજો. આ વાત ઉઘાડી ન કરશો. કોઈને કહેશો નહીં. ચિંતામણિની પેઠે ધ્યાનમાં લેશો. એ પરમકૃપાળુ દેવ જ્ઞાનીએ ભાળ્યો. જુએ છે? તો હા. જ્ઞાની એની સાથે વાતો કરે છે. એ વાત જડની નથી. અહીં આગળ જેટલા આત્મા હોય તેટલા સાંભળો. કહેવાનું કોને ? આત્માને; જડને નહીં. મારે તેની તરવાર. એ જ કર્તવ્ય છે. “પરમકૃપાળુદેવ' જેવી તેવી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org