________________
૨૪૮
ઉપદેશામૃત
૨. મુમુક્ષુ—પરને તજવું અને પોતાનું કરવું.
૩. મુમુક્ષુ
‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.''
પ્રભુશ્રી—આ બધું પડી મૂકો. હજારો વાતો છે; પણ ટૂંકામાં એક આત્મા. હજારો લાખો વાર વાતો કરી, પણ એ નહીં. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'' એ થાય તો
સમજાય.
મનુષ્યભવ પામ્યા છો તો દેહ રહે ત્યાં સુઘી સારું નિમિત્ત રાખ્યા કરવું; છોડવું નહીં. એથી લાભ થશે. આ નિમિત્ત મેળવ્યું તો સાંભળ્યું. મનમાં ભાવના કરવી કે સાંભળ સાંભળ કરું. ‘હું સમજું છું, હું જાણું છું,' એમ થાય; પણ અલૌકિક દૃષ્ટિથી સમજવાનું નથી કર્યું. શું કરીએ ?
Jain Education International
તા. ૨૭–૧–૩૬, સવારના
ખામી પ્રમાદથી છે. પ્રમાદે ભૂંડું કર્યું છે. પુરુષાર્થ આવ્યો હોત તો કલ્યાણ થઈ જાત. પૂર્વે જ્ઞાનીઓ મળ્યા હતા, પણ પુરુષાર્થ વગર યોગ નિષ્ફળ ગયો. પુરુષાર્થ વગર ખામી છે. અહીંથી બીજે જવું હોય તો ડગલાં ભરવાં પડે, પુરુષાર્થ કરવો પડે. કાગડા-કૂતરાના અવતારમાં પણ આત્મા છે. એક પૂર્વકૃત, મનુષ્યભવ છે માટે કહેવાનું કે ચેતો. હવે પુરુષાર્થની જરૂર છે. સ્ત્રી, છોકરાં, માન, મોટાઈમાં જેવી કાળજી છે તેવી આની નથી. એ જ ભૂંડું કરનાર, અનર્થ કરનાર છે. માટે ચેતો ! જેવી તેવી વાત નથી; રત્નચિંતામણિ છે! ‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો.’’ વીતરાગનો કહેલો એવો બીજો કોઈ નથી. શ્વેતાંબર, સ્વામીનારાયણ, દિગંબર આદિ ભલે હો, પણ વીતરાગના માર્ગની વાત છે. ‘તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી.'' ‘જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી.'' આ વચનો ભાલોડાં જાણો; ઘૂંટીને પી જવાં. ‘આ તો મેં જાણ્યું' એમ કરે છે. પણ જા મૂર્ખ ! આ તો ચિંતામણિ છે; જેવી તેવી વાત નથી. સત્પુરુષ વિના સમજાતું નથી—આ જ ખામી, આ જ અવગુણ, આ જ ભૂલ, આ જ અંધારું, જે કહો તે. સમજણ આવવી જોઈએ. આથી ભવ સુધરશે. તારું કામ થશે. ઘણું હિત થશે. આ વાત વિચારવા જેવી નહીં ? ‘હું જાણું છું’ એ પડી મૂક. કોતરી કોતરીને વચનો લખ્યાં છે. ખબર નથી ‘તુંબડીમાં કાંકરા !' આ સવાલ જેવો તેવો નથી. તૈયા૨ થાઓ. ભલેને કકડા થાઓ, સૂઝે તેમ થાઓ; પણ તૈયાર થાઓ. અહીં મરી જવું. લાખો રૂપિયા ખાલી થઈ જાય; દેહ પડી જાય; પણ તૈયાર થાઓ. આ પૈસાદાર છે, ડાહ્યો છે; પણ ધૂળ પડી એમાં ! સમજું શાનો ? આમાં કોઈના ઉપર વિષમભાવ નથી. આ વાત કરવાની છે. અહો ! કંઈ જેવી તેવી કમાણી છે? ચિંતામણિ છે ! ભૂંડું કોનાથી થયું ? પરભાવે. પરભાવ જેવું બીજું કોઈ વૈરી નથી. આ પડ્યા છો તે ઊભા થાઓ. તમારી નજરે આ પ્રત્યક્ષ છે કે કંઈક કર્યું તો કૂતરા-બિલાડાના અવતાર
For Private & Personal Use Only
www.jainelibrary.org