________________
ઉપદેશસંગ્રહ-૧
૨૪૭ જ આવે. આ વાત ગોળ ગોળ કીઘી છે—કોઈને ખબર પડે એમ નથી. સમજવું પડશે, કરવું પડશે. કર્યા વગર છૂટકો નથી. ઝૂરો, માર ખાઓ, કપાઈ જાઓ; પણ એ જ કરવું. એની ભાવના, ચાહના કરો. એ જ કરવું છે. કરવું પડશે જ. એની વાંસે પડો, નહીં તો એ બઘી ભૂલ છે. વાત જબરી કરી ! બાળા-ભોળાથી સમજાય એવું નથી, વાત ઊંડી છે.
તા. ૨૬-૧-૩૬, સાંજના ઉપદેશછાયા' માંથી વાંચન :
“છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું' એમ કેમ વિચારતો નથી?”
પ્રભુશ્રી ચક્રવર્તીની પુણ્યા ઘણી જબરી છે, પણ તેને તૃણ સમાન ગણીને ચાલી નીકળ્યા. ચક્રવર્તીની સાહ્યબી આગળ કોઈની સાહ્યબી નથી. ચૌદ રત્ન અને નવ નિઘાનની સાહ્યબી જેની પાસે! પણ તે ગણી નહીં. ભરતને પણ અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું. વસ્તુ જુએ તો શું છે? તો આત્મા. વાંકું શું છે? તો વિભાવ. સ્વભાવમાં હોય તો બધું સીધું. માટે પોકાર કરીને કહે છે કે “આપ સ્વભાવમાં રે અબઘુ સદા મગનમાં રહેના', જીવ બીજું જોવા જાય છે ! “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” મનુષ્યદેહ પામીને આ ગ્રહણ કરવાનું છે. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી બધું થશે. મે'માન છો. કોના માટે કરવું છે? માટે ચેતવા જેવું છે. આજે નહીં તો કાલે, તારા કુટુંબ પરિવાર બધાં ય ગયાં છે તેમ, જવાનું છે. તો હવે શું કરવાનું છે ? કંઈ નહીં. આ જીવને વૈરાગ્ય આવ્યો નથી. વૈરાગ્ય આવે તો બધું પાંસરું થઈ જાય. ખામી વૈરાગ્યની છે. જેને ત્યાગવૈરાગ્ય છે તેનું પાંસરું, આટલું સમજી લેજો. ત્યાગ અને વૈરાગ્ય બેઉ જોઈએ છે. એ નિમિત્ત બનાવવું, ખોટું નિમિત્ત કાઢવું. આટલું જ કર્તવ્ય છે, એમાં જ લાભ છે. એ કરતાં કરતાં કર્મ માર્ગ આપશે, લાભ થશે.
“આયુષનાં આટલાં વર્ષો ગયાં તો પણ લોભ કાંઈ ઘટ્યો નહીં, ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં, ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંઘાય. અમુક પરિગ્રહ-મર્યાદા કરી હોય, જેમકે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી ઘર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય.”
૧. મુમુક્ષ-હાથમાં કોડી હોય નહીં અને લાખ રૂપિયાની મર્યાદા કરે તો ?
પ્રભુશ્રી એ પરિણામથી થાય છે. પરિણામ કલ્પનાવાળું હોય તો જ એવું થાય. અપેક્ષા લઈને કહે કે મેં પણ એ પ્રમાણે કર્યું છે કની? પણ એ ખોટું છે. સમજવામાં એમ છે કે દશ હજારની કમાણી થાય એવું નથી, અને લાખ રૂપિયાની મર્યાદા કરે એ ખોટું છે. સમજ્યા વગર કલ્યાણ થાય નહીં. ટૂંકામાં બધું ય પર છે; પોતાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org