________________
૨૪૬
ઉપદેશામૃત
ચેત !' એમ કોઈ આવીને કહેતો હતો. એના જેવો તૈયાર નથી, બધી સમજવાની વાત છે. વાત અજબ-ગજબ છે ! ‘સવળે નાળે વિજ્ઞાળે’ કંઈ ઓછું કીધું છે ? અરે ! તમારું કામ થઈ ગયું ! રોજ રોજ વાત કરતા હોય તો કોઈક વાર નીકળે, તે પણ અજાણમાં જાય ! આ બરાબર છે, સત્ જાણજો. કહેવાની મતલબ કે તૈયાર થઈ જાઓ. શુકદેવજીને કીધું કે ચોખ્ખો થઈને આવ. એમ ખબર પડ્યે બધું થશે. આ બધું સત્સંગ વગર નહીં થાય. આ વચન જ્ઞાનીનાં છે; આ વાત કરી તે પણ એ જ. કોઈના ભાર નથી કે સત્સંગ વગર પામે. સમાગમમાં આવે, ખાસડાં પડે, ભાલોડાનો વરસાદ પડે તો પણ ન ખસે ત્યારે બને. ‘વાની મારી કોયલ', ‘પંખીના મેળા !' આ ભાઈ, બાઈ, માબાપ ન જોશો. એ નહીં; માત્ર એક આત્મા. આ વાત બીજી થાય છે. આ તમે નથી. આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર કહેવાય છે એ નથી. કંઈ બીજું કરવું છે અને એ જોવરાવવું છે—એ વાત અદ્ભુત છે ! કંઈક બીજું કરવાનું છે. શું? દૃષ્ટિ ફેરવાવવી છે. તૈયાર થઈને આવ, યોગ્યતા તો જોઈશે જ. આ વાત કરતાં તો પર્યાય પેસે છે અને વાત કામ આવે છે, લાભ થશે–કાનમાં પડી કની? એ વાત બહુ જબરી છે, અજબ ગજબ છે ! લોકદૃષ્ટિમાં કાઢી નાખે છે. સત્સંગને તો જ્ઞાનીએ પણ વખાણ્યો છે; તો પછી આપણે પણ એ જ આધારે બેસી રહેવું. હવે કંઈ ઉપાય છે ?
૨. મુમુક્ષુ ઉપાય તો જેનો જે હોય તે જ હોય, બીજો નહીં. યોગ્યતા લાવવા માટે આરંભથી તે ઠેઠ સુધી સત્સંગ અને સત્પુરુષ જ છે.
પ્રભુશ્રીવાત ના તો કેમ કહેવાય ? કાઢી ન નંખાય. પણ, અહીં આગળ બીજું કંઈ કહેવું છે, એ શું રહ્યું ?
૩. મુમુક્ષુવીતરાગ માર્ગ આત્મભાવસ્વરૂપ અગર પરિણામસ્વરૂપ છે. તે અસત્સંગને લીધે વિપરીત પ્રવર્તે છે તો આત્મભાવના કેવી રીતે કરવી? ભાવ ફેરવવાના છે અને તે ફેરવ્યે જ થશે.
પ્રભુશ્રી—
“મા વિદૃહ, મા ઝંપ૪, મા ચિંતદ્ઘ િવિ નેળ હોર્ થિરો। अप्पा अप्पम्मि रओ, इणमेव परं हवे झाणं ॥ "
કર્મ છે એને ભૂત કહો. ભૂતને કાઢે, પછી માણસ સારું થાય. ૪. મુમુક્ષુ ભૂતને કાઢવા ભૂવો જોઈએ, તે બતાવો.
પ્રભુશ્રી—તમારું અજાણ્યું નથી. બેધડક વાત કરી છે: ‘પાવે નહિ ગુરુગમ બિના' એ જ છેડો, એ જ નિવેડો. એ વાત બહુ ઊંડી છે, હજુ સમજવા લાયક છે. ગુરુ શું છે ?–એ સમજવા લાયક છે. આ બધી વાત કીધી તે સોનામહોર જેવી છે. “સત્સંગ કરું, સત્સંગ કરું'' એમ નથી થયું આ જીવને. શાથી ? તો કે આથી, એમ નથી થયું. આ દેખંત આડું આવ્યું છે એમ જીવને નથી થયું. તે શું છે ? આ જીવને એક જ જોઈશે; શું ? તમે જાણો છો. જીવો ત્યાં સુધી કર્યા કરજો લક્ષમાં રાખજો, ભૂલશો નહીં. જ્ઞાનીનું કહેલું છે—‘સત્પુરુષાર્થ’. એ વગર કંઈ થાય એવું હોય, તો કહો. અને એ જ માર્ગ છે. આ બધાનો સાર છે, બહુ ચમત્કારી, આબેહૂબ અને સમજવા લાયક છે ! ભાજન વગર આવે નહીં. સત્પુરુષાર્થથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International