________________
ઉપદેશસંગ્રહ-૧
૨૪૫ પાત્ર વિના વસ્તુ નહીં રહે; કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણી આદિ માટે પાત્ર જોઈએ, તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. એ મોટો થંભ છે. જો મન વિષયવિકારમાં જાય તો કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. એક સાર વસ્તુ મોટામાં મોટી બ્રહ્મચર્ય છે–પોતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. આખો લોક સ્ત્રીથી બંધાણી છે; અને તેથી જન્મમરણ થશે. માટે એ મૂક. મૂક્યા વગર છૂટકો નથી. એ ચમત્કારી વાત છે ! માટે એ વ્રત લેશે તેનું કામ થઈ જશે. વીતરાગ માર્ગ અપૂર્વ છે ! જેટલું કરે એટલું ઓછું છે ! “સમયે પોયમ મા પમા–ફરી અવસર આવતો નથી. પોતાથી જેટલો બને તેટલો ત્યાગ કરવો.
તા. ૨૬-૧-૩૬, સવારના વૃત્તિ ભૂંડું કરી નાખે છે, જીવને આત્મહિત થવા દેતી નથી. અત્યારે તો વિશેષ કરવું જોઈએ. આનંદઘનજી ભગવાને કહ્યું છે કે
“ઘાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિન તણી ચરણસેવા;
ઘાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.' પોકાર કર્યો છે ! કુટુંબ, વિષય, કષાય મહા અનર્થ છે. એ બધું તો અનર્થ કરી નાખે તેવું છે. બોઘ જો ગ્રહણ કર્યો તો તેનું કામ થયું અને જો ન કર્યો તો થઈ રહ્યું.
“સહુ સાધન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?' બધુંય રહી જાય છે. આત્માને ભાવના, વિચારણા, આલોચના કરવાની છે. પણ જીવ બહારનું જોઈ રાચી પડ્યો, ખસી પડ્યો–આ જ ભુલાવો છે! “મુખ આગલ હૈ, કહ બાત કહે? આ વાતની કચાશ રહી છે, એટલે કે એટલું ભાજન નથી તેથી એ નાખતા નથી. ભાજન હોય તો અત્યારે નાખી દે; એની ખામી છે. મને તો એ જ જોવામાં આવ્યું છે. કંદોઈની છોકરીને ખાજાંની ભૂકરી મળે, એટલે તે (દુકાળ હોય ત્યારે) ગરીબને જોઈને કહે કે “આ બઘા કેમ ભૂખે મરે છે? ભૂકરી ખાય તો ?” તેમ આ જીવની કચાશ છે. સત્સંગનો દુકાળ છે. હવે શું કરવું? કહો, કંઈક વાત કહો.
૧. મુમુક્ષુ ભૂતકાળનાં સાધન નકામા ગયાં પણ વર્તમાનનાં ન જાય એટલું કરવાનું છે.
૨. મુમુક્ષુ યોગ્યતા લાવ્યા સિવાય, તૈયાર થયા વગર છૂટકો નથી. સત્સંગનો જોગ વિશેષ આરાઘવો. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ઘર્મ છે. અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.”
પ્રભુશ્રી–શું નથી? કઈ વસ્તુ નથી? આત્મા પાસે શું નથી ? બીજો કોઈ, બાપ આપે એવો હોય તો કહો. માત્ર એક આત્મા જ આપશે, નક્કી જ કરવો. એ નક્કી નથી થયું, એટલી ભૂલ છે. આ કરવાનું છે. એ નક્કી થાય એટલી જરૂર છે. એ વાત એવી છે. “ભરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org