________________
ઉપદેશામૃત
“નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, ભગવાન સમાન. ૧’'
આ જીવ કંઈને કંઈ સમજી બેઠો છે. તેમ ન કરતાં બરાબર વિચારવું. આ દેહમાં પરુ, પાચ, લોહી, હાડકા, વિષ્ટા વગેરે છે. એમાં આત્મા માની લીઘો એ જ અજ્ઞાન : ‘આ ભાઈ છે, આ બાઈ છે;' એ અજ્ઞાન. એ બધું મૂકવાનું છે. તારા ભાર નથી કે તું જાણે, એ તો જ્ઞાની જ જાણે. માત્ર ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ. દેહ પડે તો ભલે પડે. આ (અજ્ઞાન) મૂકવાથી અજર, અમર થશો.
૨૪૪
“આ
સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨'
આની મોકાણ, હોળી પહેલી કરવી છે !
“એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩’
એ વિષયને જ જીતવો, બીજું કામ નથી. અત્યારે કહે છે કે મેં ખાધું, મેં પીધું એ આત્માને સુખ નથી. એ પુદ્ગલ છે. એને મારાં માન્યાં એ જ જન્મ મરણ છે.
‘વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને
ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪''
મદિરાપાન પીવે તો છાક અને ઝેર ચઢે, બીજું ગાંડું બોલાય; તેથી જ્ઞાન અને ધ્યાન જે વસ્તુ છે તેની ખબર પડે નહીં. શાનો મંડ્યો રહ્યો છું ? જ્ઞાન અને ધ્યાન કોઈ ગુરુગમથી, ભેદી માણસ પાસેથી સમજી લે અને ચેત.
Jain Education International
“જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ, પ’
ખેતરમાં વાડથી ઢોર, જાનવર, માણસ સચવાય છે; તેમ આ નવ વાડ કરી છે. જબરું કામ છે ! આ સંસારની માયા છે તે તું નહીં. તારો આત્મા છે. આ બધું મૂક. લક્ષ લેવા જેવું છે. તે (બ્રહ્મચર્ય) મોટામાં મોટું વ્રત છે. દૃષ્ટિ, વાતચીત, બોલવા-હસવાથી પાછો વળ; એ તું નહીં. તું એમ કરવા જાય તે મરી જાય છે. તને ખબર નથી. જાણે કે આમાં શું ? બોલું છું એટલે કંઈ નહીં પણ જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. માત્ર ભેદ જાણવાની જરૂર છે. જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે; અને તેથી નરક, તિર્યંચ વગેરેમાં રઝળે છે. માટે ત્યાગ જ કરવો. ચોથું વ્રત મોટામાં મોટું છે.
“સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ;
જે નર નારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬''
સુરતરુ—કલ્પવૃક્ષની જેમ ફળ આપે તેવું છે. મન, વાણી, દેહ એ ઝેર છે. વ્રતની ભાવના કરશે તે અનુપમ ફળ લેશે.
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭’
For Private & Personal Use Only
નર નારી તે
www.jainelibrary.org