________________
ઉપદેશ સંગ્રહ-૧
૨૪૩ સૌથી નમી જવું જોઈએ. કરડાશવાળાને મોક્ષ નથી. માર ખાઓ, મારે કૂટે તોપણ ખમવું–બીજી વાત નહીં. એના વગર બીજે તો છૂટકો નથી. નહીં તો મેર ! ખા ગોદા. (આત્મા) છે' એમ તે જોવાય? છે; જાણે કોઈ કુદરતી ઊગી નીકળ્યો હોય ! જાયે ય નહીં; બને ય નહીં. મીઠી વીરડીનું પાણી, તે ખારું કોઈ કાળે થશે ? અને ખારીનું કોઈ કાળે મીઠું થશે ? બસ, સમજી જાઓ. “આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સરુ થવાને યોગ્ય નથી.” એ ચમત્કારી વાક્ય છે ! હજુ વિચાર કર્યો નથી. મને આખા જગતનો શિષ્ય થવા દો. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.” આ ચિંતામણિ કહેવાય ! આ લે અને આ લે એમ નથી. ચેતો હવે; જાગૃત થાઓ, જાગૃત થાઓ ! આ ભંડો, આ નબળો એમ જોવું નથી. જેમ છે તેમ છે. રાત તે રાત છે અને દિવસ તે દિવસ છે. રાત તે દિવસ નથી અને દિવસ તે રાત નથી. નરમ થવું પડે, કઠણ ન થવું.
તા. ૨૫-૧-૩૬, સાંજના માવતરના જેવી શિખામણ છે. આત્માને જન્મ-મરણ છૂટવાની વાત છે. સંસારમાં મોહ છે. આ સ્ત્રી, પુત્ર, મકાન, પૈસો, હોદો, વગેરેમાં “મારું મારું થઈ રહ્યું છે એ જ બંધન છે, પરભવમાં રઝળાવનારું છે. ક્રોઘ, માન, માયા અને લોભનો જીવે જો અભ્યાસ બહુ રાખ્યો, તો તે અભ્યાસ નરકે લઈ જવાનો છે. આવો મનુષ્ય ભવ પામ્યા છો,—ઢોર, કાગડા, કૂતરા હોય તો કહેવાય નહીં, માટે ચેતવા જેવું છે. સ્ત્રી, પુત્ર ને પૈસામાં રચ્યો રહી માથું કૂટ ! ચાર ગતિમાં રઝળીશ. જીવે તરવા માટે જેટલો બને તેટલો, યથાશક્તિ ત્યાગ કરવો. ત્યાગ વગર મોક્ષ નહીં થાય. મૂકવું પડશે. દેહ છૂટશે ત્યારે કંઈ હારે નહીં જાય. માટે ત્યાગ મોટી વસ્તુ છે. પરદેશમાં ઘર્મ હશે, વાતો થતી હશે; પણ આ જગ્યા જુદી છે. માર્ગ જુદો છે. મર્મ સમજવાનો છે. ઉદય કર્મ હોય-ઘર, બાંયડી, છોકરાં, પૈસો હોય; પણ તેમાંથી જેટલું બને તેટલું મૂકવું. બધું ન છોડાય તો થોડું પણ ત્યાગવું. એ જ પાયો છે. એ મર્મ કોઈને સમજાયો નથી. મર્મને છાતીમાં-હૃદયમાં રાખવો. સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. ઘર્મ સાથે આવશે અને એ જ સહાય છે; નહીં તો ભવોભવ રઝળીશ. સર્વથી શ્રેષ્ઠ મનુષ્યભવ પામીને બઘાએ અવશ્ય મૂળ પગ ભરવો. પરસ્ત્રીનો ત્યાગ કરવો, તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું; તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિષે બીજા વિષયભોગ, હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ. આ જીવને જે મૂકવાનું છે તે જુદું છે. અત્યારે દેખાય કે આ ભોગવે છે, પણ નથી ભોગવતા; અને નથી ભોગવતા, તો પણ ભોગવે છે. માટે વિષયનો ત્યાગ કરવો. વીતરાગે–પરમ કૃપાળુદેવે અનંતી દયા લાવીને બતાવ્યું છે કે આટલું તો સમજજો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org