________________
૨૪૨
ઉપદેશામૃત
તા. ૨૫-૧-૩૬, સવારના
પત્રાંક ૭૨૭ નું વાંચન –
“આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વેનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો ‘માર્ગ’ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.’’
જીવને વિચાર આવ્યો નથી. કામ કાઢી નાખે એટલું બધું છે; છતાં આ ઠેકાણે કંઈ કરે તો અત્યારે કંઈ કરવા જેવું છે. ફક્ત આ જીવનો જ વાંક છે. હવે બોલશો નહીં. આટલું સમજવા લાયક છે. એ જો કંઈ કર્યું તો બસ; એ જ કૂંચી છે. આ વાત જબરી આવી. તૈયાર થઈ જા, તારી વારે વાર; હવે શું ? જેમ તેમ નથી. મરતાને જીવતો કરે છે. સત્પુરુષોએ મરેલાને જીવતા કર્યા છે. હિમ્મત હારવી નહીં.
૧. મુમુક્ષુ—હિમ્મત હારવાની નથી, હવે મરણિયા થવાનું કામ છે. આપે કહ્યું હતું કે માથે સત્પુરુષ છે, સાથે છે અને એની હિમ્મત છે તો પછી હિમ્મત શું કરવા હારે ?
પ્રભુશ્રી—એ જ કર્તવ્ય છે. હિંમત હારવા લાયક નથી.
૨. મુમુક્ષુવીતરાગ માર્ગમાં પ્રવૃત્તિ છે તો હિમ્મત શું કરવા હારીએ ? પ્રભુશ્રી—પડ્યા તો ઊભા થઈ જવું, પછી કેમ નહીં ચલાય ? ચલાશે. ખબર નથી.
કોઈ જો પડ્યો તો ઊભા થઈ જવું. હવે શું છે ? પડ્યું રહેવાશે જ નહીં. ઊભો થઈ જા, ભૂલ્યો ત્યાંથી ફેર ગણ; સમજ્યો ત્યાંથી સવાર, ફે૨ મંડી પડ ને ? સ્વચ્છંદે ભૂંડું કર્યું છે. બીજા કોઈનો વાંક નથી. બેઠો ત્યાંથી હવે ઊભો થઈ જા. જે અત્યારે હાલ છે તે પડેલો છે, ત્યાંથી ઊભા થવાનું છે. જાગૃત થયા સિવાય છૂટકો જ નથી. ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’’
ચમત્કાર છે ! એ તો ચિંતામણિ છે ! કોઈને ખબર નથી. ‘ઓહો ! આમાં શું છે ?' એમ કહે પણ એ તો નિધાન છે, સાંભળવા જેવું છે, રાખવા જેવું છે. બળ રાખવા જેવું છે. એ આવ્યું તો અજવાળું થઈ જશે, ભવ ટળી જશે. ચિત્તમાં કચરો છે, ખામી છે. જીવ તો રૂડા છે પણ યોગ્યતાની ખામી છે. એ જ કરશે. એ વગર બીજો કોઈ નથી. એ તો છે જ, હાથ આવ્યો તો થઈ રહ્યું ! તત્તો તેર મણનો છે. આવી જાય તો કંઈ નહીં, વાર નહીં. વાત બે જોઈએ છે : નિમિત્ત અને ઉપાદાન. બેઉ આવે તો થાય. એક પૈડે ગાડી ન ચાલે, બે પૈડાં હોય તો ગાડી ચાલે. આ પંચમકાળમાં સત્પુરુષ, એની આજ્ઞા વગેરે મળ્યાં; પણ આ જીવ કરતો નથી. એ તો એનો જ વાંક છે. જીવ તૈયાર થયો નથી. તૈયાર થાઓ. ખામી છે. ઊભા થાઓ, માનો. શું માર ખાવો છે ? હવે અહંકારમાં અને અહંકારમાં જ રહ્યો છે. જો એક “જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતોષ.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org