________________
ઉપદેશસંગ્રહ-૧
૨૪૧ પોતાના પરિણામનું દાન બીજામાં થતું હતું તે હવે પોતામાં થાય છે અને બીજાનાં સંસાર પરિણામ ફેરવી પોતામાં (આત્મામાં) કરાવે છે, માટે અભયદાન દે છે. કેવળજ્ઞાન તો બઘાનું સરખું, પણ પોતાના સ્વરૂપના વીર્ય અંતરાયનો ક્ષય કહેવો છે.
પ્રભુશ્રી–હાથીના પગલામાં બધાં ય સમાય. ચેતન અને જડ બે વાત છે; તેમાં બધું સમાય. શું કહેવું ? “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સમજ્યા વગર બધું કાચું, વ્યવહારે કર્મની વાત છે.
તા. ૨૪-૧-૩૬ પ્રભુશ્રી–એ સુણે, એ શ્રધ્ધ, એ જ કર્યો છૂટકો છે. “એક મરણિયો સોને ભારે,” તેમ જો જીવ તૈયાર થાય તો તે બધું કરી શકે.
૧. મુમુક્ષુ–સાહેબ, કોઈ વરસથી, તો કોઈ બે, પાંચ, પંદર વરસથી સમાગમ કરે છે તોય હજી યોગ્યતાની ખામી કેમ રહી ?
પ્રભુશ્રી–બઘાને એક કાંટે શી રીતે તોળાય ? જુદા જુદા કાંટા હોવા જોઈએ, એટલે કે કાંટો તો એક હોય પણ તે દરેક જુદી રીતે તોળાય છે. ક્યાં નાખવું સે સવૅ . કંઈ ક્રિયા કરે તેનું ફળ મળે. ક્રિયા કંઈ વાંઝણી નથી. ઘણાં સાઘન કર્યા. “તદપિ કછુ હાથ હજુ ન પર્યો.'
મુમુક્ષ—સિદ્ધશિલાની વાત કરવી અને ઊભા થવું નહીં એ શી રીતે બને ?
પ્રભુશ્રી—એ તો પગલું ભરે તો જ ત્યાં જવાય. સાધુપણું લે, બધું કરે તો તેનું પણ ફળ મળે. “પલમેં પ્રગટે મુખ આગલસે.” આ બધું સાંભળી ઊભો થઈ જા ને ! પેટમાં કટાર મારી મરી જવું જોઈએ. સંસાર સેવવો અને મોક્ષ જવું એ ના બને. બધું મૂકવું જ પડશે. મૂક્યા વિના છૂટકો નથી. પત્રમાં વાંચીએ છીએ કે કોઈ એક પુરુષને શોઘો. પછી, હવે શું બાકી રહ્યું ? એ શ્રધ્ધ, એ સુયે એ થઈ રહેશે. નિમિત્ત બને તો બધું ય થાય. બહાર બેઠા હોઈએ તો અહીંના વેણ સંભળાય ? અહીંનું નિમિત્ત છે તે અહીંયાંના પર્યાય પડે. એ તો આસ્રવમાં સંવર અને સંવરમાં આસ્રવ છે. આ કંઈ ખોટું છે ? આ બઘી ગાંડા જેવી વાતો કરીએ છીએમાથે ઘણી છે, ઘણી કર્યો છે એટલે પછી બોલાય તો ય વાંધો નથી. વીતરાગ માર્ગ છે. બધા મત, ગચ્છ છે, પણ આ સર્વથી શ્રેષ્ઠ છે. બીજે આવું નથી. આ સાઘુ છે. એમને રૂપિયા બે હજાર આપે તો ય આવે ? મતિથી આવ્યા. પણ એ ય આત્મા છે ને ? અમે નાની ઉંમરમાં દીક્ષા લીઘી એટલે બધે ભલી ભલી થઈ ગઈ. અત્યારે તે ય કાળું થઈ ગયું. ઘોળામાં ડાઘો દેખાય, પણ કાળામાં ના દેખાય; તેમ આ બધું કાળું છે, માત્ર એક સપુરુષ જ ઊજળો છે. ચંદ્રમાં કલંક છે એ બધા ય કહે છે પણ કલાડાને કોઈ કહેતા નથી. “IT, ધો HTTU તવો’ એમાં જ બધું આવી ગયું છે; કંઈ બાકી રહેતું નથી. પરમકૃપાળુ દેવની સાધુ સંબંધી બધી વાતથી અમોને સંતોષ થયો છે. સાધુ કોણ ? “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org