________________
૨૪)
ઉપદેશામૃત “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.” | મુખ્ય બે વાત છે : ભાવ અને પરિણામ. અને તે સામગ્રી આત્મા પાસે છે. જડનાં જડ પરિણામ અને ચેતનનાં ચેતન પરિણામ–આ સમજવાનું છે. એક વિશ્વાસ અને તેવી પ્રતીતિ આ જીવને નથી. મર્મમાં વાત કરી છે કે “સદ્ધી પરમ કુહીં.” તે બરાબર છે અને માન્ય છે. એ જ મોટી વાત છે. કૃપાળુદેવે કહ્યું છે, તારી વારે વાર. મડદું તો નથી ? આત્મા છે. ભાવ થવો જોઈએ. “જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભલ્પા ભજન થકી ભય ટળે.”
૨. મુમુક્ષુ–સ્તવનમાં આવે છે, “રુચિ અનુયાયી વીર્ય, ચરણઘારા સધે.” રુચિ હોય તેવા ભાવ પ્રગટે.
પ્રભુશ્રી–ભગવાને કહ્યું છે અને જ્ઞાની જાણે છે. જેવા ભાવ અને રુચિ થાય તે જ્ઞાની જાણે છે. કોઈ તો થોડી વારમાં કોટિ કર્મ ક્ષય કરી નાખે છે, તે પણ ભાવથી જ.
૩. મુમુક્ષુ ચારિત્ર એ આત્માનો ઘર્મ છે. તે સમરૂપ છે. મોહ એટલે દર્શનમોહ અને ક્ષોભ પમાડનાર ચારિત્રમોહ બન્નેથી રહિત સમભાવ છે. ભાવમન તે તો આત્મા છે. તે મન શ્રદ્ધા તરફ વળે છે પછી ચારિત્ર પ્રગટે છે. કષાય ચારિત્રને આવરણ કરનાર છે, તેને તો હેય જાણે છે અને મૂકે છે તેમ તેમ ચારિત્ર પ્રગટે છે. બાહ્ય અને અત્યંતર ક્રિયાઓનું અટકી જવું તે ચારિત્ર. ત્યારે યથાર્થ ભાવચારિત્ર હોય છે. મનને લઈને બધું છે, મન બાહ્યમાં હોય ત્યાં લગી ચારિત્ર આવતું નથી. મનની સ્થિરતા તે ચારિત્ર; ત્યાં મન વશ વર્તે છે.
૨. મુમુક્ષુ-અંતરાય કર્મનો ક્ષય થાય ત્યારે લાભ અને કેવળજ્ઞાન પ્રગટે છે.
૩. મુમુક્ષુ અંતરાય કર્મ નાશ પામે ત્યારે અનંત લાભ, અનંત ભોગ, અનંત વીર્ય, અનંત દાન, અનંત ઉપભોગ હોય છે. ત્યાં એક ઠેકાણે શંકાકારે ટીકા કરી છે કે જ્ઞાનીએ તો બધું છોડ્યું છે અને આ તો અનંતે ભોગવે છે એવું થયું. તો તે શું સમજવું ? ભોગ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. તે બેઉથી ભગવાન તો રહિત છે. જેવી રીતે, ઘીનો ઘડો. ઘડો કહેવાયો ઘીનો; પણ વાસ્તવિક રીતે ઘી અને ઘડો બન્ને જુદાં છે, ઘડો તો માટીનો છે. તેમ સમવસરણમાં ભગવાનની જે વિભૂતિઓ હોય છે તે તો પુણ્યની વિભૂતિ છે. તે ભોગવે છે તેમાં તેમને કંઈ લેવાદેવા નથી. તે તો સહજ સ્વભાવે પુણ્યાનુસાર બન્યા કરે છે અને પૂર્વનું બાંધેલું આવીને જાય છે, તેમાં તેઓ તદ્દન ઉદાસીન છે, તેમને કંઈ પણ હર્ષશોક છે નહીં.
૪. મુમુક્ષુ–મને લાગે છે કે અત્યાર સુધી જે શરીરના ભોગ હતા તેને બદલે જે અંતરના ગુણ પ્રગટ્યા, તે પ્રગટવાથી આત્મિક ભોગ ભોગવે છે–જે અનંત લાભ, અનંત વીર્ય વગેરે ફુરે છે તે ભોગવે છે, બીજા પૌલિક ભોગ નહીં.
૫. મુમુક્ષુ–પુણ્યની પ્રકૃતિના ભોગ અહીં કહેવા નથી. વીર્ય તો આત્માનો ગુણ છે. પહેલાં ભાવ પરવશ હતા તે કર્મ આવરણ જવાથી સ્વવશ થયા; કારણ, અનંત વીર્ય પોતામાં પ્રગટ્યું. તે કહેવું છે. સ્તવનમાં આવે છે કે “દાન વિઘન વારી સૌ જનને, અભયદાન પદ દાતા.” જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org