________________
ઉપદેશસંગ્રહ-૧
૨૩૯ મેં કૃપાળુદેવને કહ્યું કે આ બધું જગત “ભ્રમ' છે, તો કહે “આત્મા' જુઓ. પછી આંટી પડી કે આ શું કહ્યું. તો કે વિચારો. આત્મા વગર કોઈ કરશે ? અને સાંભળશે ?
“જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” માટે લાગ આવ્યો છે, કરવા જેવું છે. માટે તેની ઓળખાણ-પિછાણ કરશો તો કામ થશે.
૧. મુમુક્ષ-હવે તો હું બઘા મારા મિત્રોને જણાવી દઉં છું કે હું ફરી ગયો છું અને કૃપાળુદેવને તથા પ્રભુશ્રીજીને માન્ય કીઘા છે, તો બીજા લોકો માનતા નથી કે એમ હોય નહીં. તો હું તેમને છાતી ઠોકીને કહું છું કે એમ જ છે અને એમ જ સમજજો, બીજું નથી. હું જવાનો છું. આજે બધા મુમુક્ષુભાઈઓને કહી જાઉં છું કે હવેથી મને પ્રભુશ્રીજીની કૃપાથી બહુ બળ રહ્યા કરે છે. મારા અહીં આ વખત દિવસો બહુ જ આનંદ અને ઉત્સાહમાં ગયા છે, કારણ હવે મારી પાછળ ઘણી છે.
“મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, મારી સફળ થઈ જિંદગાની; શ્રીમદ્ દેવસ્વરૂપે દીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા; આત્મિક જ્યોતિ પિછાની રે મારી સફળ થઈ જિંદગાની. ભાગ્યોદય થયો મારો આજે, ચોટી ચિત્તવૃત્તિ ગુરુરાજે; ખરી કરી મેં કમાણી રે, મારી સફળ થઈ જિંદગાની. દુસ્તર ભવસાગર તરવાન, દિલમાં લેશ નહીં કરવાનો; મળ્યા સુજાણ સુકાની રે, મારી સફળ થઈ જિંદગાની. મન, વચન, કાયા લેખે લગાડું, ભક્તિસુધારસ ચાખું ચખાડું;
ભક્તિ શિવ-કર જાણી રે, મારી સફળ થઈ જિંદગાની.” બોલો, શ્રી સદ્ગુરુદેવકી....જય !
અહીં મને ન ઘારેલો, ન કલ્પેલો એવો ખૂબ આનંદ આવ્યો છે. આખી જિંદગીમાં આવો આનંદ નથી આવ્યો.
પ્રભુશ્રી–મુખ્ય વાત તો આત્મા, ભાવ અને પરિણામ. બીજું કોનું સગપણ કરવું છે ? ૨. મુમુક્ષુ–“સવિ જીવ કરું શાસનરસી, એવી ભાવદયા મન ઉલ્લસી.” પ્રભુશ્રી–જીવ રૂડો છે. મને અંતરથી ગમે છે. કંઈ નથી, મનુષ્ય ભવમાં આ સાર છે.
તા.૧૬-૧-૩૬, સાંજના ૧. મુમુક્ષ–“મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે.” તે શું ?
૨. મુમુક્ષ-ભાવચારિત્ર આરાઘવાથી, છૂટી જઉં, છૂટી જઉં' એવા ભાવ થાય છે. પ્રભુશ્રી–મુદ્દાની વાત ભાવ છે :
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org