________________
ઉપદેશામૃત
તેમજ કૃપાળુદેવે આત્મસિદ્ધિજીરૂપી ખજાનો-નવ નિધાનનો ભંડાર બતાવ્યો છે તે મહાન ઉપકાર કીધો છે. આત્મસિદ્ધિજી પણ આત્મારૂપી મકાન બાંધવાનો મહાન નકશો છે. આવું થયું હોય તો કાળો નાગ દેખીને પણ જરાય ડરે નહીં.
૩. મુમુક્ષુ
૨૩૮
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થાને, ભાષ્યો અત્ર અગોપ્ય.’’
સમાગમ છે તે જીવની વૃત્તિ, ભાવ વગેરે ફેરવી નાખે છે. શ્રવણ અને બોધથી થશે. તે ઉપર ભાવના કરે તો પ્રીતિ જાગે. માટે મોહ ટાળ્યા વગર મોક્ષે ન જવાય.
૧. મુમુક્ષુ—સત્સંગ વગર રંગ ન લાગે તે તો તદ્દન સાચી વાત છે, અને આત્માર્થી માટે છે તે પણ ખરું. પણ આત્માર્થી એમ કરીને બેસી જાય તેમાં દી ન વળે. આ તો આત્માર્થીને માથે મોટી જવાબદારી છે. જેને કૃપાળુદેવની માન્યતા થઈ તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કૃપાળુદેવનો ડંકો વગાડું—અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? જ્ઞાની મુમુક્ષુને જ્ઞાન આપે તો મુમુક્ષુ આત્મા આપી દે છે –
“શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન.''
આંબાને પાણી પાય તો આંબો રસ આપે છે; ગાયને ચારો અને દાણ આપે તો ગાય દૂધ આપે છે; તેમ મુમુક્ષુને જ્ઞાન મળવાથી તે પોતાના પ્રાણ આપી દે. તે એમ સમજે છે કે મને જે વસ્તુ અનંત કાળથી નથી મળી તે આપી ભગવાને અનહદ ઉપકાર કીધો; માટે તે પ્રાણ પણ આપી દે છે. જ્યાં ભોળા અને અણસમજુ લોકો ધર્મ સમજતા નથી ત્યાં ત્યાં પ્રભુશ્રીજીની પધરામણી કરાવીને શ્રીમંતોએ પૈસાનો સદુપયોગ કરી વાપરવો અને ભોળા લોકોને આત્માનો અપૂર્વ લાભ અપાવી આ આશ્રમરૂપી ઝૂંપડીમાં આવતા કરવા.
Jain Education International
પ્રભુશ્રી—એક બાઈ છે—નાની ઉંમરની છે અને ભાવ સારો છેતેને ચોથા વ્રતની બાઘા લેવી છે. આત્મા છે. બાઈ હો, ભાઈ હો; પણ મનને લઈને બધું છે. ભાવ અને લક્ષ ચોંટ્યો તો બેડો પાર. મોટામાં મોટું એ મહાવ્રત છે. ધન્ય છે તેને જે આ વ્રત લેશે. આ વ્રત અમને અંતરથી ગમે છે અને કરવા જેવું છે, માટે એ જ કરવું. આ મનુષ્ય ભવ તો કાલ સવારે જતો રહેશે. બાઈને અહીં બ્રહ્મચારિણી બહેનો સાથે રહેવાની પણ વૃત્તિ છે. પુદ્ગલ વિણસી જશે; નાશવંત છે તેને માની બેઠો આત્મા. તે તો ક્યાં ય ન મળે; તે જાણ્યો જ્ઞાનીએ. જ્ઞાનીઓએ મનુષ્યભવ દુર્લભ બતાવ્યો તે વાત શ્રેષ્ઠ છે. તે ભવમાં આત્મા જ જે દી તે દી મોક્ષ કરશે, જડ નહીં કરે. જીવને કર્તવ્ય છે. ફરી ફરી આવો અવસર નહીં મળે. અનંત કાળથી રઝળતો આવ્યો છે. બધા પાસે સંજોગ અને સામગ્રી છે. તેમાં જ લોલીભૂત-એકાકાર થઈ ગયો છે, જેમ દૂધમાં માખણ રહ્યું છે તેમ. આત્મા તેમ નથી, જુદો છે. જ્ઞાનીપુરુષો કેટલું કહે ?– ‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.' આ પદ રામનાં બાણ. ચેતી જાય તો ભાગ્યશાળી. પૂર્વભવનું આરાધકપણું હોય અને ભાગ્યશાળી હોય તો ચેતી જાય. બાઈ, ભાઈ વગેરે કંઈ ન જોશો, પણ જોજો આત્માજ્ઞાની પુરુષોએ જોયો તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org