________________
ઉપદેશસંગ્રહ-૧
૨૩૭ પ્રભુશ્રી—આ ભાવ છે અને ઇચ્છા છે તો મળે છે. જડને થશે ? સુખ-દુઃખ ભોગવતા હો તો, તે ઇચ્છેલું છે તે મળ્યું. જેવી ઇચ્છા અને ભાવ થાય તેવું મળે. માટે બીજું બધું મેલી દે હવે. બાપ વગર બેટો નહીં. તે વગર કામ થશે નહીં. માટે એટલી જ કચાશ છે. “નહીં છોડું રે દાદાજી, તારો છેડલો.” આટલી ઓળખાણ કરી લે. પોતાને પોતાના આત્માને માનવો છે. આમાં કોને કરવું છે ? વિશ્વાસ રાખવો ન રાખવો તે કોને કહેવું છે ? આ જીવને મનુષ્યભવ દુર્લભ કહ્યો, તે પામી કંઈ કરે છે તો ફળ મળે છે. ત્યાગ અને વૈરાગ્ય બે મોટી વસ્તુ છે. ત્યાગ કરે તો તેનું ફળ ત્રિકાળમાં મળ્યા વગર ન રહે. હાથમાંથી બાજી ગઈ તો પત્તો નહીં લાગે. આ જીવને અવશ્ય કર્તવ્ય છે ત્યાગ અને વૈરાગ્ય. મનુષ્યભવમાં જેટલું ત્યાગ થયું તે સંચિત, સાથે આવશે; બીજું નહીં આવે. માટે એ કર્તવ્ય છે.
[એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી] આ મનુષ્ય ભવ પામીને મોટામાં મોટું વ્રત ચોથું મહાવ્રત (પૂર્ણ બ્રહ્મચર્ય) છે તે લીધું અને ત્યાગ-વૈરાગ્ય કરે તેને ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. અઘટિત કૃત્ય કર્યા હોય તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે.
મારું મારું કરી રહ્યા છો, ભાઈ-બાઈ ક્યાં છે? એક આત્મા છે. જ્ઞાનીએ તે જાણ્યો છે અને તેની સામગ્રી છે તે, તે જાણે છે. બીજું અજ્ઞાનતા છે. કોઈ કોઈનું થયું નથી. માયા છે; મૂક, જવા દે. અત્યારથી સમજ તો કલ્યાણ છે. અહીં ઘણા જીવો રૂડા છે તેમનું કલ્યાણ થશે. એના લક્ષમાં આવ્યું અને નક્કી થયું ત્યાંથી ત્યાગ થયો. આ મહા વ્રત છે, તે મોટામાં મોટું વ્રત છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.” આ માવતરના જેવું બતાવ્યું. આ માન્ય કરવું જોઈએ. ચોખ્ખું લખી દેખાડ્યું. આ મોહની જાળ છે, તેમાં ફિકર કરે છે અને કાળજી દે છે. આત્માની તો જરાય કાળજી નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે અને મારું શું થશે. એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. કંઈ બાકી નથી રાખ્યું. હદ વાત કરી છે! જેટલું બને તેટલું ત્યાગવું. બીજું પોતાનું નથી, તેથી કહેવું છે. કર્યું છૂટકો. કોની હારે જવાનું છે કે આ “મારું મારું' કરે છે ?
તા. ૧૬-૧-૩૬, સવારના ૧. મુમુક્ષુ–ઢેફાંની પ્રતિમા ન થાય. પથ્થરની પ્રતિમા થાય. ૨. મુમુક્ષુ–પણ જ્ઞાની ગુરુના વચનરૂપી ટાંકણાથી ઢંકાય તો થાય.
૧. મુમુક્ષ-હરિભદ્રસૂરિજીએ આ આઠ દ્રષ્ટિરૂપી નકશો તૈયાર કર્યો છે. જેને આત્મારૂપી મકાન બાંઘવું હોય તેને માટે આ આઠ દૃષ્ટિરૂપી નકશો–પ્લાન તૈયાર છે. મકાન બાંઘવાનો નકશો તૈયાર થયા પછી ઈટ, માટી, ચૂનો, લાકડાં વગેરે સામગ્રી લાવવી જોઈએ તેમ આત્માર્થીએ આત્મગુણરૂપી સામગ્રી મેળવવી જોઈએ, તે બાકી રહી. આ તો નકશો તૈયાર કરી દેખાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org